Tuesday, November 19, 2019

FAGANIYO || ફાગણિયો || ધોરણ 3 કવિતા || ગુજરાતી માધ્યમ



કેસૂડાંની કળીએ બેસી ણી
ફાગણીયો લહેરાયો. આવ્યો ફાગણિયો. રૂડો ફાગણિયો.. કેસૂડાંની0
રંગ ભરી પિચકારી ઊડે,
હૈયે હરખ ન માયો.
અબીલ-ગુલાલ ગગનમાં ઉડે... (૨)
વ્રજમાં રાસ રચાયો...

આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો... કેસૂડાંની0
લહર લહર લહરાતો ફાગણ
ફૂલડે ફોરમ લાયો. કોકિલ કંઠી કોયલડીએ... (૨)
ટહુકી ફાગ વધાયો આવ્યો ફાગણિયો, રૂડો ફાગણિયો... કેસૂડાંની0
પાને પાને ફૂલડાં ધરિયાં,
ઋતુ રાજવી આયો. સંગીતની મહેફિલો જામી... (૨)
વસંત-બહાર ગવાયો. હો આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો. કેસૂડાંની0
રંગોની ઉજાણી ઊડ,
કેસૂડો હરખાયો, ચેતનના ફુવારા છૂટયા... (૨)
હોરી ધૂમ મચાયો, આવ્યો ફાગણિયો. રૂડો ફાગણિયો... કેસૂડાંની0

Tuesday, September 3, 2019

Hu chhu Khakhi Bavo || હું છું ખાખી બાવો || ધોરણ 3 કવિતા || ગુજરાતી માધ્યમ

બા બેઠી તી રસોઈ કરવા  
લઈ એ પળનો લાવો 
જટા બનાવી, ભભૂત લગાવી 
બચુ બન્યો ત્યાં બાવો...
“બમ્ બમ્ ભોલા અલખ નિરંજન
હું છું ખાખી બાવો !
ભિક્ષા માટે આવ્યો, મૈયા ! 
ચપટી આટો લાવો !''
“ “રસોઈ એવી કશી ખપે ના,
નહીં મીઠાઈ-માવો, 
વૈરાગીને ભોજન સાદું
ખીચડી આટો ખાવો... 
પૈસા-કપડાં કંઈ ના જોઈએ,
ના જોઈએ સરપાવો, 
મનમોજીલા બની અમારે 
ગિરધરનો જશ ગાવો !”
બા બોલી આજીજી કરતી :
‘ચીપિયો ના ખખડાવો, 
ઘરમાં હમણાં કોઈ નથી ને
મુજને ના બિવડાવો ! 
''અચ્છા, મૈયા ! હમ ચલતે હૈ !!”
કહીને ચાલ્યો બાવો;
વેશ હટાવી, થઈને ડાહ્યો, 

બોલ્યો : ‘બા, હું આવો !”