Tuesday, September 3, 2019

Hu chhu Khakhi Bavo || હું છું ખાખી બાવો || ધોરણ 3 કવિતા || ગુજરાતી માધ્યમ

બા બેઠી તી રસોઈ કરવા  
લઈ એ પળનો લાવો 
જટા બનાવી, ભભૂત લગાવી 
બચુ બન્યો ત્યાં બાવો...
“બમ્ બમ્ ભોલા અલખ નિરંજન
હું છું ખાખી બાવો !
ભિક્ષા માટે આવ્યો, મૈયા ! 
ચપટી આટો લાવો !''
“ “રસોઈ એવી કશી ખપે ના,
નહીં મીઠાઈ-માવો, 
વૈરાગીને ભોજન સાદું
ખીચડી આટો ખાવો... 
પૈસા-કપડાં કંઈ ના જોઈએ,
ના જોઈએ સરપાવો, 
મનમોજીલા બની અમારે 
ગિરધરનો જશ ગાવો !”
બા બોલી આજીજી કરતી :
‘ચીપિયો ના ખખડાવો, 
ઘરમાં હમણાં કોઈ નથી ને
મુજને ના બિવડાવો ! 
''અચ્છા, મૈયા ! હમ ચલતે હૈ !!”
કહીને ચાલ્યો બાવો;
વેશ હટાવી, થઈને ડાહ્યો, 

બોલ્યો : ‘બા, હું આવો !”

No comments:

Post a Comment