Monday, July 16, 2018

સૌમ્ય જોશી

સૌમ્ય જોશી

સૌમ્ય જોશી એ ગુજરાતી ભાષાના કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા છે. તેઓ ગુજરાતી રંગભૂમિમાં તેમના નાટકો વેલકમ જિંદગી અને ૧૦૨ નોટ આઉટ માટે જાણીતા છે. ગુજરાતી નાટ્ય જગતમાં તેમના યોગદાન માટે તેમને ૨૦૧૩માં ચંદ્રવદન ચીમનલાલ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમને યુવા ગૌરવ પુરસ્કાર (૨૦૦૭) અને તખ્તસિંહ પરમાર પારિતોષિક (૨૦૦૮-૦૯) પણ મળેલા છે.

જન્મ તારીખ :  3 જુલાઈ 1973

સૌમ્ય જોશીનો જન્મ ૩ જુલાઇ ૧૯૭૩ના રોજ અમદાવાદ, ગુજરાતમાં જયંત અને નીલા જોશીને ત્યાં થયો હતો. ૧૯૯૦માં તેમણે વિજયનગર હાઇસ્કૂલમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે ૧૯૯૩માં બી.એ.ની પદવી એચ.કે. આર્ટસ કોલેજ, અમદાવાદ અને ૧૯૯૫માં એમ.એ.ની પદવી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી અંગ્રેજી સાહિત્ય વિષય સાથે મેળવી.

યુવાનોથી લઈને મોટેરાઓ સુધીમાં સૌમ્ય જોષી એક અભિનેતા અને કવિ તરીકે જાણીતું નામ છે.લેખક,અભિનેતા અને દિગ્દર્શક એવા સૌમ્ય તેમનાં પ્રચલિત નાટકો ‘Welcome Zindgi’ અને ‘102 Not Out’ પહેલાં પ્રાયોગિક નાટકો સાથે સંકળાયેલા હતાં. તેમનાં નાટકોએ અમદાવાદમાં પરમ્પરાગત નાટકોની હારમાળા તોડી નવો ચીલો ચાતર્યો 

સૌમ્ય જોશી લિખિત અને દિગ્દર્શિત ગુજરાતી નાટક 102 નોટ આઉટ પર આધારિત ફિલ્મમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ભૂમિકા ભજવી છે. 102 નોટ આઉટ નામવાળી આ ફિલ્મમાં અમિતાભ પિતાના રોલમાં અને તેમના પુત્રના રોલમાં ઋષિ કપૂર.

અભ્યાસ :


  • પ્રાથમિક શિક્ષણ - વિજયનગર હાઈસ્કુલ, અમદાવાદ - ૧૯૮૭
  • માધ્યમિક શિક્ષણ - વિજયનગર હાઈસ્કુલ, અમદાવાદ - ૧૯૯૦
  • બી.એ. -એચ.કે.આર્ટસ કોલેજ, અમદાવાદ - ૧૯૯૩
  • એમ.એ.(અંગ્રેજી લિટરેચર સાથે) - ગુજરાત યુનિવર્સીટી - ૧૯૯૫

વ્યવસાય :


  • પ્રોફેસર - એચ.કે.આર્ટસ કોલેજ - ૨૦૧૦
  • ૨૦૧૧ થી થિયેટર સાથે જોડાયેલા રહ્યા.

જીવન ઝરમર :

  • ૧૮ વર્ષની ઉંમરમાં કવિતાલેખન શરૂ કર્યું.
  • પ્રથમ કવિતા 'કવિલોક'માં પ્રગટ થયેલ.
  • તેમણે ગુજરાતી નાટ્યમાં "રમી લો ને યાર" થી પ્રારંભ કર્યો.

કાવ્યસંગ્રહ :

  • ગ્રીનરૂમમાં (૨૦૦૮)

નાટકસંગ્રહ :

  • આજ જાને કી જીદ ના કરો
  • જો અમે બધાં સાથે તો, દુનિયા લઈએ માથે

ગુજરાતી થિયેટરમાં કરેલાં કાર્ય :

  • રમી લો ને યાર
  • દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસતું હતું.
  • આથમા તારુંનું આકાશ
  • વેલકમ જિંદગી
  • ૧૦૨ નોટઆઉટ
  • મૂંઝારો
  • મહાત્મા બોમ્બ
  • તું તું તું તું તું તું તારા
  • ધારો કે તમે મનજી છો.

સન્માન : 

  • યુવા ગૌરવ પુરસ્કાર - ૨૦૦૭
  • તખ્તસિંહ પરમાર પુરસ્કાર - ૨૦૦૮-૦૯
  • ચં.ચી. મહેતા એવોર્ડ - ૨૦૧૩
  • રાવજી પટેલ એવોર્ડ
  • બળવંતરાય ઠાકોર પુરસ્કાર
  • સદભાવના એવોર્ડ - ૨૦૧૪

ગ્રીનરૂમમાં (૨૦૦૮) તેમનો કાવ્ય સંગ્રહ છે. 

તેમની કવિતાઓ વિવિધ શૈલીની છે. જેવી કે ગઝલ, નઝમ, ગીત અને મુક્ત પદ. તેમજ તે અલગ અલગ વિષયો જેવા કે વેશ્યા, મીરાં દ્વારા તરછોડાયેલા રાણાનું પ્રણયગીત, શિવાકાશીની ફટાકડાની ફેક્ટરીનો એક છોકરો, જેઠા નામનો ભરવાડ, નાની ગરીબ બહેન, તડકામાં ગુણી ઉંચકીને છાંયો શોધતો મજૂર વગેરે. આ પુસ્તક વિવેચનાત્મક રીતે વખાણાયેલું. ગુજરાતી નાટ્ય જગતમાં તેમના યોગદાન માટે તેમને ૨૦૧૩માં ચંદ્રવદન ચીમનલાલ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમને યુવા ગૌરવ પુરસ્કાર (૨૦૦૭) અને તખ્તસિંહ પરમાર પારિતોષિક (૨૦૦૮-૦૯) પણ મળેલા છે.  

ભાષા – સૌમ્ય જોશી

ભાષા નામની આ મારી સંગીની મારી સાથે ત્રણ રીતે વર્તે

(૧)
ક્યારેક,
હું ધીમા તાપે સીઝવા ચડ્યો હોઉં ત્યારે
મેળેથી લાવેલા ઝાંઝરની રૂમઝૂમ વધારતી એ ઉરકવા માંડે બધાં બાકીના કામ.
બ્હારનાં દરવાજા સામે પડતી અંદરની બારી ખોલીને આંકડો ભરાવીને એ કાયમી કરી આપે હવાની અવરજવર.
અંદરની મજૂસ યાદ કરીને એમાંથી કાંસાનાં પવાલાં કાઢે, બાપ-દાદા વખતનાં
ને પછી એમાં ભરી આપે આજ સવારના કૂવાનું પાણી
સંજવારીમાં કઢી આપે ઘણું બધું
કાંકરા ચાળવા ને ચા ગાળવા બેસે
નવેસરથી લીંપી આપે ફરસ
પતરાળી કાઢીને બાજુમાં હાથપંખો મૂકે
ને પછી તુલસીક્યારે પરકમ્મા કરતી રાહ જુએ મારી
હું તૈયાર થાઉં ત્યારે તૈયાર હોય બધ્ધુંય
પછી પાટલો ગોઠવાય
ને ચામડી પર છૂંદેલું મારું નામ મને ચોખ્ખું દેખાય એવા એના હાથે
એ મને પીરસી દે મારી પતરાળીમાં
હું મને ભાવી જઉં એ રીતે

(૨)
તો ક્યારેક,
તોફાની પવને ગાંડા કરેલા ચૂલા પર હું ભડભડ શેકાતો હોઉં ત્યારે
પાલવનો છેડો પદરમાં ખોસીને એ ધબાધબ પગલે ઝડપથી ઉરકવા માંડે બધાં બાકીનાં કામ
છરી –ચપ્પવાળાને રોકી તણખા કરાઈને ધાર કઢાઈ લે.
સજડબમ્બ દસ્તાથી પીસી કાઢે લાલ મરચાં,
આંખ બાળે એવી ડુંગળી ફાડે હાથથી,
ને ઓસરી સૂંઘતા કૂતરાની આંખ ટાંકીને ભગાડવા ઉગામેલા પથરા ઓથે રાહ જુએ મારી
હું તૈયાર થઉં એટલે મને ચૂલેથી ઉતારી લે,
બ્હારી ખોલે ને એમાંથી બહાર નિકાળે મારી વરાળ,
હું સ્હેજ ઠંડો પડું ને ગામ સ્હેજ બફાઈ જાય એ રીતે

(૩)
તો ક્યારેક વળી
બે સસલાં ખાધેલાં અજગરની આળસે એ પડી હોય બાજુમાં ગૂંચળું થઈને.
ઊઠવાનું નામ ના લે,
હું બઉ ઢંઢોળું તો બગાસું ખાઈને બોલે,
‘તારી બંધ મિલ માટે સાઈરન નઈ વગાડું ભઈ,
અત્યારે તું નથી સીઝતો કે નથી શેકાતો
કશું સળગ્યુંય નથી ક્યાંય,
પેટ્યાની હાલત કે પેટાવાની ધગશ વગરનાં તારાં અમથાં નખરાં પાછળ વૈતરાં નઈ કરું હું,
સૂવા દે,
અત્યારે કામ નઈ આવું,
આ મારી સાડીમાં ભરાવેલા વજનદાર ઝૂડામાં ભરાવેલી સહસ્ત્ર ચાવીઓમાં ખાલી ઘરના તાળા માટે એકેય નથી,
એકેય નઈ.

Saturday, July 14, 2018

'લેડી તેંદુલકર' મિતાલી રાજ

'લેડી તેંદુલકર' મિતાલી રાજઃ ભારતની સૌથી સફળ મહિલા


  • મિતાલી રાજનો જન્મ 3 ડિસેમ્બર, 1982ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો.
  • કુટુંબે હૈદરાબાદ સ્થળાંતર કરતાં મિતાલી હૈદરાબાદમાં મોટી થઈ.
  • પિતા અગાઉ એરફોર્સમાં અધિકારી હતા, પછી બેંક અધિકારી બન્યાં.
  • મિતાલીની કારકિર્દી માટે માતાએ નોકરી છોડી દીધી અને ઘરપરિવારની જવાબદારી સંભાળી.


મિતાલી રાજના પિતા એરફોર્સમાં અધિકારી હતાં. મિલિટરીના કોઈ પણ પાંખમાં કામ કરતાં ઓફિસરના ઘરમાં શિસ્ત હોય તે સ્વાભાવિક છે. છોકરીની માતા અને તેનો ભાઈ પણ શિસ્તબદ્ધ હતા. પણ છોકરી ઘરમાં બધાથી વિપરીત હતી. આળસ તેની ઓળખ હતી. શાળાએ પહોંચવાનો સમય સાડા આઠનો હતો અને છોકરીને સવારે આઠ વાગે પથારીમાંથી ઊભી કરવા તેની માતાને કાલાવાલા કરવા પડતાં હતાં. પિતા સમજી ગયા કે દિકરી ભણવામાં કશું ઉકાળી શકે તેમ નથી. પણ તેમણે જોયું કે ક્રિકેટની મેચ હોય ત્યારે આખો દિવસ ટીવી સામે બેસી રહેતી હતી. એટલું જ નહીં ભારતીય ટીમ વિદેશમાં પ્રવાસે હોય અને વહેલી સવારે મેચ શરૂ થવાની હોય તો એ દિવસે દિકરી ઘરમાં સૌથી પહેલાં જાગી જતી હતી. એટલે તેના પિતાજીએ દિકરીને ક્રિકેટર બનાવવાનું વિચાર્યું.

તેઓ તેને ક્રિકેટ એકેડેમીમાં લઈ ગયા. અહીં તેનો ભાઈ દરરોજ પ્રેક્ટિસ કરતો હતો. પછી ભાઈની સાથે બહેને પણ ક્રિકેટનું બેટ હાથમાં પકડી પ્રેક્ટિસ શરૂ કરી દીધી. દરરોજ પિતાજી પોતાના સ્કૂટર પર ભાઈ-બહેન બંનેને ક્રિકેટ એકેડમીમાં મૂકવા જતાં હતાં. ભાઈ સચિનની જેમ ક્રિકેટના મેદાન પર બોલરોના છક્કાં છોડાવી દેવા ઇચ્છો હતો, પણ ભાઈ કરતાં બહેન સવાયી સાબિત થઈ. ક્રિકેટને પોતાનું જીવન બનાવી દેનાર આ છોકરીએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે નાની વયે ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું, દેશને ઘણી ઐતિહાસિક જીત અપાવી અને મહિલા ક્રિકેટર તરીકે અનેક વિક્રમો પોતાના નામે કર્યા. અત્યારે આ છોકરી 'લેડી તેંદુલકર' તરીકે ઓળખાય છે. વાત છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને સુપરસ્ટાર ક્રિકેટર મિતાલી રાજની. મિતાલી રાજ ભારતની અત્યાર સુધીની સૌથી સફળ મહિલા ક્રિકેટર છે અને તેમની ગણના દુનિયાની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરમાં થાય છે. 

જ્યારે મિતાલીએ ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે ભારતમાં સચિન તેંડુલકરનો જાદુ છવાઈ ગયો હતો. દરેક પિતા પોતાના પુત્રને સચિન બનાવવાનું સ્વપ્ન સેવતા હતા, તો દરેક યુવાન સચિનની જેમ રમવાનો પ્રયાસ કરતો હતો. સચિને ભારતીય ક્રિકેટની લોકપ્રિયતાને ટોચ પર પહોંચાડી દીધી હતી. પણ આ ગાળામાં મહિલા ક્રિકેટને નગણ્ય પ્રોત્સાહન મળતું હતું. છોકરી તો બેડમિન્ટન રમે, હોકી રમે, પણ ક્રિકેટ જ્યારે મિતાલી ક્રિકેટ મેચ રમવા ટ્રેનમાં સફર કરતી ત્યારે લોકો તેને હોકીની ખેલાડી જ ગણતા હતા. વળી મિતાલીને છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરવી પડતી હતી. આ સમયે છોકરાઓ તેની સાથે ભેદભાવ રાખતાં હતાં. મિતાલી એ દિવસોને યાદ કરતાં કહ્યું હતું "છોકરી છે, ધીમેથી બોલ ફેંકજે. વાગી જશે...આવું વારંવાર મને સાંભળવા મળતું હતું. વળી મને ફિલ્ડિંગમાં નજીક જ ઊભી રાખવામાં આવતી હતી."

આ તમામ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે મિતાલીએ હતાશ થઈને ક્રિકેટર બનવાનું સ્વપ્ન છોડી દીધું નહીં, પણ તમામ પ્રતિકૂળ સંજોગોમાંથી માર્ગ કાઢ્યો.

મિતાલી ફક્ત 14 વર્ષની હતી, ત્યારે તેને ભારતીય મહિલા ટીમ માટે 'સ્ટેન્ડબાય ખિલાડી' તરીકે સ્થાન મળ્યું હતું. 
ધીમે ધીમે ભારતીય પસંદગીકારોને પોતાની પ્રતિભાથી પરિચિત કરાવ્યાં અને 16 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 

26 જૂન, 1999નો દિવસ મિતાલીના જીવન માટે યાદગાર છે. એ જ દિવસે મિતાલીએ મિલ્ટન કિનેસના કેમ્પબેલ પાર્કમાં આયર્લેન્ડ સામે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી હતી. ભારત તરફથી રેશમા ગાંધી સાથે તે ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરી હતી અને પહેલી જ મેચમાં સદી મારવાનો રેકોર્ડ કર્યો હતો. તેણે અણનમ 114 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમનો 161 રનથી વિજય થયો હતો. ભારતીય મહિલા ટીમને આ મેચમાં એક સ્ટાર ખેલાડી મળી હતી. પછી મિતાલીએ પાછું વળીને જોયું નથી.

ભારતની કેપ્ટન મિતાલી રાજ વન-ડે ક્રિકેટમાં 6000 રન પૂરા કરનાર વિશ્વની પહેલી બેટ્સવુમન બની મિતાલીએ આ સિદ્ધિ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2017માં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન હાંસલ કરી હતી.

34 વર્ષીય મિતાલીએ ઈંગ્લેન્ડની બેટ્સવુમન શાર્લોટી એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો છે જેણે તેની કારકિર્દીમાં 5992 રન કર્યા હતા. મિતાલીને ઘણી વાર મહિલા ક્રિકેટની સચીન તેંડુલકર તરીકે ગણવામાં આવે છે. પુરુષોના વર્ગમાં, વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાનો સચીન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ છે. સચીને 44.83ની સરેરાશ સાથે 18,426 રન કર્યા છે.

મિતાલીએ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ વર્ષ 2002માં કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં તેની શરૂઆત નિરાશાજનક રહી હતી. લખનૌમાં 14થી 17 જાન્યુઆરી વચ્ચે રમાયેલી આ ટેસ્ટ મેચમાં મિતાલી પહેલાં જ દાવમાં શૂન્ય પર આઉટ થઈ ગઈ હતી. પણ આગળ જઈને તે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી.

પિતા પ્રેરક, માતા સંકટમોચક

મિતાલી પોતાની સફળતાનો શ્રેય પિતા દોરઈ રાજને આપે છે. તેમના કહેવા મુજબ, તેમના પિતા સચિનની જેમ મિતાલી પણ નાની ઉંમરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવે તેવું ઇચ્છતાં હતાં. દોરાઈ રાજે પોતાની પુત્રીને ક્રિકેટર બનાવવા ઘણી મહેનત કરી હતી. મિતાલી કહે છે કે, "પિતાના કારણે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. જ્યારે હું સારો સ્કોર કરતી હતી ત્યારે મારા પિતા મને ફોન કરીને અભિનંદન આપતાં અને વધુ સારું રમવા પ્રેરિત કરતા હતા."

ટીકાકારો હોવા જરૂરી

જ્યારે વર્ષ 2013માં મિતાલીના નેતૃત્વમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 'સુપર સિક્સ' માટે ક્વોલીફાઈ કરી શકી નહોતી, ત્યારે મિતાલાની પિતા દોરઈ રાજ અતિ નારાજ થયા હતા. તેમણે મિતાલી પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવાની માંગણી કરી હતી. કેટલાંક ટીકાકારોએ તો મિતાલીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની સલાહ આપી દીધી હતી. 

મિતાલીનું કહેવું છે,

"એક મોટી ખેલાડીની આસપાસ ટીકાકારો હોવા જરૂરી છે. ટીકાકારો ન હોય તો ખેલાડી બેદરકાર થઈ જાય છે. જોકે વિના કારણે ટીકા કરનાર લોકો પણ હોય છે. તમે દરેકને ખુશ કરી શકતા નથી."

સફળતાના સૂત્રો

મિતાલીની દ્રષ્ટિએ સફળતા મેળવવા ધૈર્ય, ખંત, સાતત્યતા અને આત્મવિશ્વાસ સૌથી મહત્ત્વપૂર્ણ ગુણો છે. 
તેઓ કહે છે, "કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કર્યા વિના સફળતા મળતી નથી. સફળતા મેળવવા તમારે પ્રાથમિકતા નક્કી કરવી પડે છે. ઘણાં લોકો પોતાની પ્રાથમિકતા નક્કી કરી શકતા નથી. તમારે પ્રાથમિકતા નક્કી કરીને લક્ષ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. "

સચિન તેંદુલકર સાથે સરખામણી પર

મિતાલી રાજને ‘લેડી તેંદુલકર’ કહેવાય છે. સચિન તેંડુલકર સાથે સરખામણી થવાથી મિતાલી ખુશ થાય છે. તેઓ કહે છે, "ક્રિકેટમાં તેંદુલકરનું યોગદાન બહુ મોટું છે. તેઓ મહાન ખેલાડી છે. આવા મહાન ખેલાડી સાથે સરખામણી થવાથી મને આનંદ થાય છે. પણ લોકો મને મારા નામથી ઓળખે અને મારી સિદ્ધિઓને જાણે તેવું હું ઇચ્છું છું."

સૌથી મનપસંદ પુરુષ અને મહિલા ક્રિકેટર

મિતાલીના સૌથી મનપસંદ પુરુષ ક્રિકેટર સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ છે, તો મનપસંદ મહિલા ક્રિકેટર નીલુ ડેવિડ છે. નીલુ ડેવિડ લેફ્ટ આર્મ સ્પિનર છે અને ભારત માટે ઘણાં વર્ષ ક્રિકેટ રમ્યાં છે.

સૌથી મોટું સ્વપ્ન

મિતાલીના જીવનનું સૌથી મોટું સ્વપ્ન ભારતીય મહિલા ટીમને વર્લ્ડ કપ જીતાડવાનું છે.

સૌથી મોટી ખુશી

ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં વિજય મેળવવો. મિતાલીના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડની મજબૂત મહિલા ટીમને પરાજય આપ્યો હતો, જેને તે પોતાની કેપ્ટનશિપમાં સૌથી મોટી સફળતા ગણે છે. મિતાલી જણાવે છે કે તે કેપ્ટન હતી અને તેમની ટીમમાં 11માંથી 8 ખેલાડી હતા, જે પહેલી વખત ટેસ્ટ મેચ રમતા હતા. ઇંગ્લેન્ડની ટીમ મજબૂત હતી અને ઓસ્ટ્રેલિયાને હરાવીને એશિઝ સીરિઝ પર કબ્જો જમાવી દીધો હતો. પણ અમે ઇંગ્લેન્ડને હરાવી મોટી સફળતા હાંસલ કરી હતી.

જો તે ક્રિકેટર ન હોત તો ભરતનાટ્યમની ક્લાસિકલ ડાન્સર હોત.

બહુ ઓછા લોકો જાણે છે કે મિતાલીએ ક્રિકેટનું બેટ પકડ્યું તે અગાઉ ભરતનાટ્યમ શીખતી હતી. તે ક્લાસિકલ ડાન્સર બનવા ઇચ્છતી હતી. તેણે નાની ઉંમરે જ સ્ટેજ પર ડાન્સ-પરફોર્મન્સ આપવાનું શરૂ કર્યું હતું. પણ ક્રિકેટના રંગ રંગાયા પછી નૃત્યનું આકર્ષણ ધીમે ધીમે ઓછું થઈ ગયું. એક દિવસ તેમની ગુરુએ ક્રિકેટ કે ભરતનાટ્યમ –બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું હતું. ત્યારે મિતાલીએ ભરતનાટયમને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો. પણ મિતાલી આજે પણ કહે છે કે જો

મહિલા ક્રિકેટમાં રાજકારણ

મિતાલી નિર્ભિકપણે કહે છે કે ભારતીય મહિલા ક્રિકેટમાં પણ રાજકારણ ચાલે છે. જે રીતે અન્ય ક્ષેત્રોમાં રાજકારણ રમાય છે તે જ રીતે મહિલા ક્રિકેટમાં રાજકારણ રમાય છે. મીડિયા મહિલા ક્રિકેટમાં વધુ રસ લેતું નથી એટલે તેની માહિતી બહાર આવતી નથી. મિતાલીએ ચોંકાવી દેનાર ખુલાસો પણ કર્યો છે કે ગંદા રાજકારણને લીધે ઘણી સારી મહિલા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી. મિતાલીના જણાવ્યા મુજબ, જે ખેલાડી માનસિક રીતે મજબૂત હોય છે, તે રાજકારણનો શિકાર થતા નથી, પણ જેઓ નબળાં હોય છે તેઓ તેનો શિકાર થઈ જાય છે. તે સલાહ આપે છે કે દરેક વ્યક્તિએ ખાસ કરીને ખેલાડીઓએ માનસિક રીતે પોતાને સક્ષમ બનાવવા જોઈએ, જેથી રાજકારણની તેમના પર કોઈ અસર ન થાય.


મિતાલીની નજરે આકરાં સંજોગોમાં સ્થિર અને શાંત રહીને લક્ષ્ય હાંસલ કરવામાં જ સફળતા છે. ખેલાડી તરીકે તેનું માનવું છે કે મુશ્કેલ સંજોગોમાં ટીમને ઉગારવી જ સફળતા છે. તેઓ કહે છે, "કેપ્ટન તરીકે મારું પ્રદર્શન ખરાબ હોય અને ત્યારે હું મારા અન્ય ખેલાડીઓને પ્રોત્સાહન કરીને સારું પ્રદર્શન કરાવી શકું છું. આ જ કેપ્ટન તરીકે મારી સૌથી મોટી સફળતા છે." 

અત્યાર સુધીની સૌથી મોટી સફળતા

'સાતત્યતા' જ મારી સૌથી મોટી સફળતા છે. મિતાલીએ વન-ફોર્મેટમાં 51 રનની સરેરાશથી 6,000થી વધારે બનાવ્યાં છે એ 'સાતત્યતા'નું જ પરિણામ છે.

નિરાશાજનક દિવસ

વન-ડે અને ટી-20 ફોર્મેટમાં સારી ટીમ હોવા છતાં વિશ્વકપમાંથી ફેંકાઈ જવાનો દિવસ સૌથી ખરાબ દિવસ હતો.

સૌથી ખરાબ સમય

મિતાલીના કહેવા મુજબ, તે 2007માં સતત 7 ઇનિંગ્સમાં નિષ્ફળ રહી હતી અને 30 રન પણ કરી શકી નહોતી. આ સમયે તે બહુ નિરાશ થઈ હતી. આવો જ ગાળો 2012માં આવ્યો હતો અને તે ઓસ્ટ્રેલિયા સામે સતત 5 ઇનિંગ્સમાં નિષ્ફળ રહી હતી.

નિરાશામાં ધૈર્ય

મિતાલી માને છે કે નકારાત્મકતા દરેક જગ્યાએ હોય છે. દરેક સ્થિતિમાં ધૈર્ય અને શાંતિ જાળવવી જરૂરી છે. મિતાલીના કહેવા મુજબ, તે ધૈર્ય અને શાંતિ રાખવા શક્ય તમામ પ્રયાસ કરે છે અને એટલે નિરાશા દૂર થાય છે.

જીવનનો સૌથી મોટો ડર

મિતાલીને સૌથી મોટો ડર એ છે કે તે લાપરવાહ કે બેદરકાર ન થઈ જાય, કારણ કે તેનાથી તે સાતત્યતા ગુમાવશે. એક અન્ય ડર છે કે ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ, ઝનૂન ખતમ ન થઈ જાય. આ ડર ભગાવવા મિતાલી એક જુદી રીત અપનાવે છે. જ્યારે ક્રિકેટની સિઝન હોતી નથી, ત્યારે તે ક્રિકેટના બેટનો સ્પર્શ કરતી નથી. આ રીતે તે કેટલા સમય સુધી બેટથી દૂર રહી શકે છે એ જુએ છે. પણ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ એવો છે કે તે લાંબો સમય મેદાનથી દૂર રહી શકતી નથી

મિતાલી ભારતની સફળ બેટ્સમેન હોવાની સાથે સફળ કેપ્ટન પણ છે.

મિતાલીએ ટેસ્ટ, વન-ડે અને ટી-20 એટલે કે ત્રણે ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરી છે. ભારત સરકારે મિતાલીની તેમની સફળતા અને ક્રિકેટમાં યોગદાન માટે "અર્જુન પુરસ્કાર" અને "પહ્મશ્રી" એનાયત કર્યો છે. મિતાલી મહિલાઓની તાકાતની પ્રતિક છે અને તેમની સફળતાની ગાથા અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ છે. 

'લેડી તેંદુલકર' મિતાલી રાજઃ ભારતની સૌથી સફળ મહિલા ક્રિકેટરના સંઘર્ષથી સફળતા સુધીની સફર...

એક વાત યાદ રાખજો સંઘર્ષ વિના સફળતા કયારેય મળતી નથી....

મિતાલી રાજના કોચ= આરએસઆર મૂર્તિ

મિતાલીએ આ સિદ્ધિ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2017માં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન હાંસલ કરી હતી. તે મેચ મિતાલીની કારકિર્દીની 183મી મેચ છે.

  • 34 વર્ષીય મિતાલીએ ઈંગ્લેન્ડની બેટ્સવુમન શાર્લોટી એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો છે જેણે તેની કારકિર્દીમાં 5992 રન કર્યા હતા.
  • મિતાલીને ઘણી વાર મહિલા ક્રિકેટની સચીન તેંડુલકર તરીકે ગણવામાં આવે છે. પુરુષોના વર્ગમાં, વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાનો સચીન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ છે. સચીને 44.83ની સરેરાશ સાથે 18,426 રન કર્યા છે.
  • મિતાલી 16 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સામેલ થઈ હતી. એણે પોતાની પહેલી જ મેચમાં (આયરલેન્ડ સામે) સદી ફટકારી હતી. કારકિર્દીની પહેલી જ મેચમાં અને સૌથી યુવાન વયે વન-ડે મેચમાં સદી ફટકારનાર તે દુનિયાની પહેલી બેટ્સવુમન બની હતી.
  • 19 વર્ષની વયે મિતાલીએ ટોન્ટનમાં ઈંગ્લેન્ડ સામેની એક ટેસ્ટમેચમાં 214 રન ફટકાર્યા હતા. એ વખતે તે વિશ્વવિક્રમધારક બની હતી. ત્યારબાદ 2004માં પાકિસ્તાનની કિરન બલુચે વેસ્ટ ઈન્ડિઝ સામે 242 રન ફટકારીને નવો વિશ્વવિક્રમ સર્જ્યો હતો.
  • મિતાલીએ તેની 18-વર્ષની કારકિર્દીમાં અનેક રેકોર્ડ તોડ્યા છે. હાલમાં જ એ વન-ડે ક્રિકેટમાં સતત સાત અડધી સદી ફટકારનાર પહેલી બેટ્સવુમન બની હતી.
  • ભારતીય ટીમે 2005માં મિતાલીનાં સુકાનીપદ હેઠળ મહિલાઓની વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, પણ ત્યાં એનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.
  • સૌથી વધુ અડધી સદી : મિતાલી રાજે વન - ડેમાં 49 અડધી સદી ફટકારી છે જે વર્લ્ડ રેકોર્ડ છે.
  • બેસ્ટ એવરેજ : વન - ડે કારકિર્દીમાં 1500થી વધુ રન કર્યા હોય તેવી 44 ખેલાડીમાં મિતાલી રાજ એવી માત્ર બીજી ખેલાડી છે જેની એવરેજ 50થી વધુની રહી હોય . ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગે પણ આ સિદ્ધિ હાંસલ કરેલી છે . મિતાલી હાલમાં 51. 52ની એવરેજ ધરાવે છે . ભારતમાં મિતાલી બાદ હરમનપ્રિત કૌરની બેસ્ટ એવરેજ છે જે 33. 00ની આસપાસની છે .
  • ભારતની સફળતામાં એવરેજ : મિતાલી રાજ ભારતે જે મેચો જીતી હોય તેમાં 75. 72ની એવરેજ ધરાવે છે . તેમાંય ભારતે ટારગેટ સામે રમીને મેચ જીતી હોય તેવી મેચોમાં મિતાલીની એવરેજ 109. 68ની છે અને બીજા દાવમાં તેની સરેરાશ 65. 07ની છે .
  • વન- ડેમાં સદી : મિતાલી રાજે વન - ડેમાં પાંચ સદી ફટકારી છે અને એ તમામમાં તે અણનમ રહી છે . આ ઉપરાંત તેણે 50+નો સ્કોર કર્યો હોય તેવી કુલ 54 ઇનિંગ્સમાંથી તે 27માં અણનમ રહી છે . આમ મિતાલી રાજ અડધી સદી વટાવે તે પછી મોટા ભાગના કિસ્સામાં આઉટ થઈ નથી . કારકિર્દીમાં તે 47 વખત અણનમ રહી છે જે મહિલા વન - ડે ક્રિકેટનો એક રેકોર્ડ છે .
  • પ્રારંભે સર્વોચ્ચ સ્કોર : મિતાલી રાજ ભારતે જે મેચો જીતી હોય તેમાં 75. 72ની એવરેજ ધરાવે છે . તેમાંય ભારતે ટારગેટ સામે રમીને મેચ જીતી હોય તેવી મેચોમાં મિતાલીની એવરેજ 109. 68ની છે અને બીજા દાવમાં તેની સરેરાશ 65. 07ની છે 
  • વન- ડેમાં સદી : મિતાલી રાજે વન - ડેમાં પાંચ સદી ફટકારી છે અને એ તમામમાં તે અણનમ રહી છે . આ ઉપરાંત તેણે 50+નો સ્કોર કર્યો હોય તેવી કુલ 54 ઇનિંગ્સમાંથી તે 27માં અણનમ રહી છે . આમ મિતાલી રાજ અડધી સદી વટાવે તે પછી મોટા ભાગના કિસ્સામાં આઉટ થઈ નથી . કારકિર્દીમાં તે 47 વખત અણનમ રહી છે જે મહિલા વન - ડે ક્રિકેટનો એક રેકોર્ડ છે .
  • પ્રારંભે સર્વોચ્ચ સ્કોર : મિતાલી રાજે તેની કારકિર્દીની પ્રથમ વન - ડેમાં અણનમ 114 રન ફટકાર્યા હતા . મહિલા વન - ડેમાં પ્રારંભે જ સદી ફટકારનારી તે પાંચમી ખેલાડી છે . કારકિર્દીના પ્રારંભે તેણે 114 રન ફટકાર્યા હતા જે સર્વોચ્ચ સ્કોર છે .
  • યુવાન વયે સદી : મિતાલી રાજે 16 વર્ષ અને 205 દિવસની વયે તેની પ્રથમ સદી ફટકારી હતી . આમ તે વન - ડે ઇતિહાસમાં સૌથી યુવાન વયે સદી નોંધાવનારી ખેલાડીનો રેકોર્ડ ધરાવે છે .
  • સળંગ અડધી સદી : તેણે આ વર્ષે સળંગ સાત અડધી સદી ફટકારી હતી . જે વર્લ્ડ રેકોર્ડ છે . આ ઉપરાંત 2006થી 2010 માં તેણે સળંગ ચાર મેચમાં અડધી સદી પણ ફટકારેલી છે .
  • 17 વર્ષ અગઉ મિતાલીએ રેલવે માટે રમવાની શરૂઆત કરી ત્યારથી મૂર્તિ તેના કોચ રહ્યા છે . તેમણે કહ્યું કે આ મોટી સિદ્ધિ છે અને હું તેનાથી ખુશ છું . તેની આકરી મહેનત અને સમર્પણને કારણે આ શક્ય બન્યું છે . તે હવે વિશ્વ કક્ષાએ આદર્શ ખેલાડી બની ગઈ છે.

Tuesday, July 10, 2018

બોમ્બે સ્ટોક એક્સચેન્જ

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો ઈતિહાસ

વાત એમ છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઇ (BSE)ની સ્થાપનાનો શ્રેય જે ચાર ગુજરાતીઓ અને એક પારસીને જાય છે તેઓ આ અંગેની ચર્ચા કરવા માટે વડના ઝાડ નીચે પોતાનો અડ્ડો બનાવ્યો હતો. તેમણે વડના ઝાડ નીચે બનાવેલી બેઠકમાં જ શેરબજાર શરૂ કર્યું હતું. BSEની સ્થાપનાનો મુખ્ય શ્રેય પ્રેમચંદ રોયચંદ નામક વેપારીને ફાળે જાય છે. પ્રેમચંદને કોટન કિંગ અને બુલિયન કિંગના નામે પણ ઓળખાવાતા હતા, તેઓ સુરતના જાણીતા વ્યાપારી રોયચંદ દીપચંદના પુત્ર હતા. 

૧૮૫૦ની આસ પાસ પોતાના કારોબારના સિલસિલામાં મુંબઇના ટાઉન હોલની સામે આવેલા વડના ઝાડની નીચે જ બેઠકો યોજતા હતા. આ બેઠકમાં લોકોની સંખ્યા વધતી ગઇ. ધીરે ધીરે આ કારોબારમાં સભ્યોની સંખ્યા પણ વધતી ગઇ. વર્ષ ૧૮૭૫ માં આ લોકોએ પોતાનું એક એસોસિએશન બનાવ્યું હતું. આ એસોસિએશનનું નામ ધ નેટિવ શેર એન્ડ સ્ટોક એસોસિએસન રાખવામાં આવ્યું હતું.
ત્યાર બાદ કામ કાજનો વ્યાપ વધતા તેમને મોટી જગ્યાની જરૂર ઉભી થઇ. આ માટે તેમણે દલાલ સ્ટ્રીટ પર એક ઓરડો ભાડે રાખ્યો હતો. ત્યાર બાદ અન્ય મોટી જગ્યા ભાડે રાખતા હતા. આ જગ્યાઓ પર આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉભું છે.

ચર્ચગેટના ઓવલ મેદાન તરફથી બે ટાવરો મુંબઈ નગરીને પ્રતીકાત્મક રીતે રજુ કરતા દેખાય. એક વિશ્વવિદ્યાલયનું હજી ટકોરાબંધ ઘડિયાળવાળું રાજાબાઈ ટાવર અને બીજું શેરબજારનું ફિરોઝ જીજીબાઇ ટાવર. અમૃત ગંગરના શબ્દોમાં મુંબઈગરા આપણી મુંબઈ નગરી , આમચી મુંબઈ એટલે વિદ્યાની દેવી સરસ્વતી અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીનો સુમેળ. 150 વર્ષ પછી રાજાબાઈ ટાવર એમનું એમ ઉભું છે, જયારે આપણા મહાડાના મકાન 2-3 વર્ષમાં ખખડવા માંડે છે. 
શેરબજાર એટલે આપણા ગુજરાતીઓનો ગઢ છે.


મુંબઈ શેરબજારનો ઉદભવ ઈ . સ 1851 માં એટલે મુંબઈ વિશ્વવિદ્યાલયથી 6 વર્ષ અગાઉ થયો હતો. તેમના માહિતી સભરલેખ ” હિસ્ટ્રી ઓફ ધ બોમ્બે સ્ટોક એક્સચેન્જ” માં સંશોધક અને મુંબઈ વિશ્વવિદ્યાલયના અર્થશાસ્ત્ર વિભાગના રીડર નીરજ હાટેકર લખે છે તેમ બોમ્બે ગ્રીન (ટાઉનહોલ સામેનો અત્યારનો હોર્નીમલ સર્કલ વિસ્તાર)માં એક વડના વૃક્ષ નીચે બાવીસ શેર દલાલો અનોપચારિક રીતે મળતા અને શેર સટ્ટો રમતા. દરેક દલાલ અંકે એક રૂપિયાનું રોકાણ કરતો . 22 શેર દલાલોનું આ વૃંદ “ધ નેટીવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસીએશન” તરીકે ઓળખાતું હતું. જયારે કંપનીઓ નહોતી ત્યારે પણ મુંબઈ નગરીમાં શેર બજાર ઉદભવી ચૂક્યા હતા. છેક 1847માં સુરતના વેપારીઓ એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ અને બ્રિટીશ ટુરિસ્ટો સાથે મળીને કાગળ ઉત્પાદન કરવા માટે એક જોઈન્ટ સ્ટોક કંપની બનાવવાનું વિચાર્યું હતું. રૂ . 200ના 500 શેરોવાળી એક લાખ રૂપિયાની ઓથોરાઇઝડ કેપિટલની આ કંપની સ્થાપવાનું વિચારાયું હતું. પ્રમોટરો એ વિચાર પડતો મુક્યો હતો ત્યાં સુધીમાં તો 200 શેરો વેચાઈ ગયા હતા. પછી તેમણે કાગળ નહિ પણ કાપડની કંપની શરુ કરવાનું નક્કી કર્યું હતું. એ વાત સાચી છે કે 150 વર્ષ અગાઉ સ્વદેશીઓએ જોઈન્ટ સ્ટોક કંપની અને શેરબજારની કલ્પના કરી દીધી હતી . 

ઈ . સ ૧૮૫૪ માં ધ બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની પાંચ લાખ રૂપિયાની શેર કેપિટલ(5,000 રૂપિયાના 100 શેરો) વડે સ્થપાઈ હતી. મોટા ભાગના શેરો પ્રમોટરો તેમજ ઓળખીતા પાળખીતા પારસી અને ગુજરાતી વેપારીઓના હાથમાં હતા. 6 વર્ષના ટૂંકા ગાળામાં તો મુંબઈ નગરીમાં દસેક કાપડની મિલો ઉભી થઈ ગઈ હતી અને તેમાં 6,600 લોકો કામ કરતા હતા. આ ગાળામાં સ્ટોક એક્ષ્ચેજ કે શેરબજારનું હોવું સ્વાભાવિક હતું. શેરોની લે વેચ કરતી વ્યક્તિઓ ઉદ્યોગ પણ સ્થાપી રહી હતી. નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિયેશનના સભ્યોમાં પ્રેમચંદ રોયચંદ જેવા અગ્રેસર શાહ્સોદાગરોનો સમાવેશ થતો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ... 

  • દેશમાં ઈક્વિટી કલ્ચરને વિકસાવવામાં શેરબજારે મહત્વની ભૂમિકા ભજવી છે. 
  • આજે દેશમાં કોઈ શેરબજારમાં સૌથી વધુ લિસ્ટેડ કંપનીઓ હોય તો તે મુંબઈ શેરબજારમાં છે. 
  • મુંબઈ શેરબજારમાં રોજની લગભગ 2500 કંપનીઓનાં ટ્રેડિંગ થાય છે અને કંપનીઓ તેમનાં શેરનું લિસ્ટિંગ મુંબઈ શેરબજારમાં થાય તેવો આગ્રહ રાખે છે. 
  • આનું સાદું કારણ એ છે કે મુંબઈ શેરબજારમાં નાનીથી લઈને મોટા કદની કંપનીઓનાં ટ્રેડિંગ સરળતાથી થવાની સાથે મોટું ટ્રેડિંગ પ્લેટફોર્મ મળે છે.
  • સરળ શબ્દોમાં કહીએ તો બીએસઈ રોકાણકારોને શેરો લેવા-વેચવા માટેનું વિશાળ અને પારદર્શક માળખું પૂરું પાડે છે.
  • આજે દેશમાં સંપૂર્ણ કોમ્પ્યુટરાઈ થડ ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડનારાં મુખ્ય શેરબજારોમાં મુંબઈ શેરબજાર એક છે. 
  • બીએસઈમાં ઓન લાઈન ટ્રેડિંગ સિસ્ટમ એટલે કે ✅બોલ્ટ નામે જાણીતી સિસ્ટમ હેઠળ સોદા થાય છે. રોકાણકારો દ્વારા શેરદલાલોને આપવામાં

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)એટલે કે મુંબઈ શેરબજારની સ્થાપનાને ૯ જુલાઈએ ૧૪૨ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે સમયે એક રૃપિયાની પ્રવેશ ફી સાથે ૩૧૮ વ્યક્તિઓએ વડના એક વૃક્ષની નીચે શેરબજારની સૌપ્રથમ શરૃઆત કરી હતી. BSEએ ૨૫ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ડોલેક્સ-૩૦ શરૃ કર્યું હતું. તે BSEના ડોલર-લિન્ક્ડ વર્ઝન તરીકે ઓળખાય છે. BSE વિશ્વમાં ૧૧ માં ક્રમનું સૌથી મોટુ શેરબજાર છે. ટ્રાન્ઝેક્શનની ગણતરીએ BSE વિશ્વમાં પાંચમા ક્રમનું સૌથી મોટું શેરબજાર છે. બજાર મૂડીને આધારે BSEને આ ખિતાબ મળ્યો છે. BSE કુલ ૧૩૨૦ અબજ (૧.૩૨ ટ્રિલિયન) બજાર મૂડીનું સંચાલન કરે છે.

શેર બજારની સ્થાપના જાહેર સખાવત ટ્રસ્ટ તરીકે ૧૮૯૪માં મુંબઇ શેરબજાર ‍(બોમ્બે સ્ટોક એક્સચેન્જ)ની સ્થાપના ‍(૧૮૭૫) પછી થઇ હતી. પહેલાં શેર બજાર બોમ્બે સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ એક્ટ, ૧૯૨૫ હેઠળ કામ કરતું હતું. સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન્સ એક્ટ, 
૧૯૫૬ના પસાર થયા પછી ધ ગુજરાત શેર & સ્ટોક એક્સચેન્જ, ઇન્ડિયન શેર એન્ડ જનરલ એક્સચેન્જ એશોસિએશન અને બોમ્બે શેર એન્ડ સ્ટોક એક્સચેન્જ, શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એશોસિએશનનું અમદાવાદ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એશોસિએશનમાં જોડાણ થયું અને હાલનું ASE બન્યું.

અમદાવાદ શેર બજાર અથવા ASE એ અમદાવાદમાં આવેલું ભારતનું બીજા ક્રમનું સૌથી જૂનું શેર બજાર છે. તે સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ ૧૯૫૬ હેઠળનું સ્થાયી શેર બજાર છે. આ શેરબજારનું ચિહ્ન સ્વસ્તિક છે, જે હિંદુ ધર્મમાં સંપત્તિ અને સુખકારીનું ચિહ્ન છે. આપણાં દેશમાં એનએસઇ અને બીએસઇ ઉપરાંત ૨૧ જેટલાં પ્રાદેશિક સ્ટોક એક્સચેન્જ પૈકી અમુક બંધ થઈ ગયાં છે. વર્ષ ૧૮૯૪માં અમદાવાદમાં સ્ટોક એક્સચેન્જની શરૃઆત થઇ, જે ભારતનું સૌથી પહેલું રિજનલ(પ્રાદેશિક) સ્ટોક એક્સચેન્જ હતું. ત્યારબાદ વર્ષ ૧૯૦૮માં કોલકાતા સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઇ. કોઇમ્બતુર સ્ટોક એક્સચેન્જ અને મેરઠ સ્ટોક એક્સચેન્જ નવા કાર્યરત થયેલાં સ્ટોક એક્સચેન્જ છે.

ગાંધીનગરના ગીફ્ટસીટીમાં ફક્ત ૪૫ દિવસમાં ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ ઉભુ કરવામાં આવ્યું છે. ત્યારે આ સ્ટોક એક્સચેન્જમાં હાઇસ્પિડ સર્વર દ્વારા વિશ્વનું સૌથી ઝડપી એક્સચેન્જ સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીં ઓર્ડર રીસ્પોન્સ ટાઇમ ૪ માઇક્રો સેકન્ડ છે જે બોમ્બે અને દુબઇ સ્ટોક એક્સચેન્જ કરતા પણ ઓછો છે.ત્યારે વિશ્વના સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ સેન્ટરમાં એનઆઇઆઇ અને વિદેશીઓ ટ્રેડિંગ સહિત અન્ય સોદાઓ કરી શકશે 

નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઇ)માં ૧,૭૫૦ કંપનીઓ લિસ્ટેડ છે. વર્ષ ૧૮૭૫માં બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી અને આ સ્ટોક એક્સચેન્જ એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. બીએસઇ બાદ ટોકિયો સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઇ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ દેશનાં ૩૬૪ શહેરોને આવરે છે.

Monday, July 9, 2018

ઈતિહાસમાં ૯ જુલાઈનો દિવસ

ઈતિહાસમાં ૯ જુલાઈનો દિવસ

પહેલી પંચવર્ષીય યોજના : 

આઝાદ ભારતની પહેલી પંચવર્ષીય યોજના વર્ષ ૧૯૫૧માં આજના દિવસે વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સરકાર દ્વારા રજૂ કરાઈ હતી .

ગુરુ દત્ત :

ભારતીય ફિલ્મોના ક્લાસિક ડિરેક્ટર ગુરુદત્તનો જન્મ વર્ષ ૧૯૨૫માં આજના દિવસે બેંગલોરમાં થયો હતો . ' પ્યાસા' , 'કાગઝ કે ફૂલ ' ' સાહિબ બીબી ઔર ગુલામ ' તેમની યાદગાર ફિલ્મો છે 

સંજીવ કુમાર : 

બોલીવુડના યાદગાર અભિનેતા સંજીવ કુમારનો જન્મ વર્ષ ૧૯૩૮માં આજના દિવસે સુરતમાં થયો હતો . સંજીવ કુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ ગુજરાતી હતાં. તેમણે નયા દિન નયી રાત ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી.
કોશિશ ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. શોલે ફિલ્મનું ઠાકુરનું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.

BSEની સ્થાપના : 

એશિયાનું પહેલું અને સોદા કરવામાં વિશ્વનું સૌથી ઝડપી સ્ટોક માર્કેટ મુંબઈ સ્ટોક એક્સચેન્જ ( BSE)ની સ્થાપના વર્ષ 1875ની નવ જુલાઈએ થઈ હતી . પાંચ બ્રોકર્સે વડના ઝાડ નીચે ઊભા રહીે ટ્રેડિંગની શરૂઆત કરી હતી. બીએસઇ (BSE)ની સ્થાપનાનો શ્રેય ચાર ગુજરાતીઓ અને એક પારસીને જાય છે તેઓ આ અંગેની ચર્ચા કરવા માટે વડના ઝાડ નીચે પોતાનો અડ્ડો બનાવ્યો હતો. તેમણે વડના ઝાડ નીચે બનાવેલી બેઠકમાં જ શેરબજાર શરૂ કર્યું હતું. તેમ છતાં BSEની સ્થાપનાનો શ્રેય પ્રેમચંદ રોયચંદ નામક વેપારીને ફાળે જાય છે. પ્રેમચંદને કોટન કિંગ અને બુલિયન કિંગના નામે પણ ઓળખાવાતા હતા, તેઓ સુરતના જાણીતા વ્યાપારી રોયચંદ દીપચંદના પુત્ર હતા. 

ભારતમાં અર્થતંત્ર તથા મૂડીબજારના વિકાસમાં શેરબજારોનું વ્યાપક તથા મહત્વનું યોગદાન રહ્યું છે.
હાલમાં ભારતમાં શેરબજારનું ટ્રેડીંગ કરવા માટે ત્રણ મોટા શેરબજાર(સ્ટોક એક્ષચેન્જ) કાર્યરત છે, જેમનાં નામ નીચે પ્રમાણે છે.

૧ બોમ્બે સ્ટોક એક્ષચેન્જ BSE સ્થાપના 1875 SENSEX(સૂચકાંક)
૨ નેશનલ સ્ટોક એક્ષચેન્જ NSE સ્થાપના 1992 NIFTY(સૂચકાંક)
૩ MCX સ્ટોક એક્ષચેન્જ લિમિટેડ MCX-SX સ્થાપના 2008 SX40(સૂચકાંક)

પહેલી વિમ્બલ્ડન ટુર્નામેન્ટ : 

1877ની નવ જુલાઈએ વિશ્વની પહેલી લોન ટેનિસની સત્તાવાર ટુર્નામેન્ટ તરીકે બ્રિટનના વિમ્બલ્ડન ખાતે પહેલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ શરૂ થઈ હતી . આ ટુર્નામેન્ટ માટેના નિયમો ફેમસ મેરિલબોન ક્રિકેટ ક્લબે ઘડ્યા હતા.

અંતરિક્ષમાં અણુ ધડાકો : 

વર્ષ 1962ની નવ જુલાઈએ અમેરિકાએ પૃથ્વીના વાતાવરણની બહાર અણુ ધડાકો કર્યો હતો . 'સ્ટારફિશ પ્રાઇમ ' ના નામે ઓળખાતો આ ધડાકો એ રોકેટને પૃથ્વીથી 400 કિ . મી . ઉપર મોકલીને કર્યો હતો.

૧૯૯૧ – દક્ષિણ આફ્રિકાને, ૩૦ વર્ષના પ્રતિબંધ પછી, ફરીથી ઓલિમ્પિક રમતોત્સવમાં પ્રવેશ મળ્યો.
1969 :- Indian Wild life Board ની ભલામણ થી રોયલ બેંગલ ટાઇગર (વાઘ)ને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યુ.

Sunday, July 8, 2018

સુંદર વાક્યો કે જેને રોજ વાંચી જીવનમાં ઉતારવા

1. શેક્સપીયર

કોઈ દિવસ કોઈની લાગણીઓ સાથે રમશો નહિ કારણ કે કદાચ ત્યારે તમે એ રમતમાં જીતી જશો પણ એ વ્યક્તિને કાયમ માટે તમારા જીવન માંથી ખોઈ બેસશો.

2 નેપોલિયન

આ દુનિયા એ ગણું સહન કર્યું છે, નહિ કે ખરાબ લોકો ના તોફાન થી પણ સારા લોકો ના મૌન ના કારણે સહન કરવું પડ્યું છે.

3 આઈનસ્ટાઇન

હું મારા જીવનમાં સદાય એ લોકો નો આભારી છું જેમને મને દરેક વાતમાં ના પડી કારણ કે એટલા માટે જ હું જીવનમાં આટલું બધું કરી શક્યો.

4 અબ્રાહમ લિંકન

જો મિત્રતા તમારી કમજોરી છે તો તમે દુનિયાના સૌથી શક્તીશાળી વ્યક્તિ છો.

5 શેક્સપીયર

હસતા ચહેરા નો મતલબ એ નથી કે એનામાં દુખ નથી પણ એનો મતલબ એ છે કે એને દુખ સાથે સારી રીતે તાલમેલ કરતા આવડે છે.

6 વિલિયમ આર્થર

તક ઉગતા સૂર્ય જેવી છે જો તમે લાંબો સમય એની રાહ જોઈ રહ્યા તો જતી જ રહેવાની છે

7 હિટલર

જયારે તમે ઉજાસ માં હોવ ત્યારે બધા જ તમારી સાથે રહેશે પણ જેવા તમે અંધારામાં ગયા કે તરત તમારો કાયમી સાથી પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.

8 શેક્સપીયર

સિક્કો હમેશા અવાજ કરે છે પણ ચલણી નોટ જરાય અવાજ નથી કરતી તો જયારે તમારું મૂલ્ય વધે ત્યારે હમેશા શાંત રહો.

Wednesday, July 4, 2018

ગુજરાતી સાહિત્યસર્જકો નો પરિચય ભાગ-૧

ગુજરાતી સાહિત્યસર્જકો નો પરિચય

ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો વિષે બહુજ ઓછા લોકો ને જાણકારી છે. અહિયાં મેં ગુજરાત ના અમુક મહુજ લોકપ્રિય સાહિત્યકારો નો બહુજ ટુકમાં પરિચય આપ્યો છે. અને હું આસાહિત્યકારો ના પરિચય ના અમુક બીજા ભાગ બહુજ જલ્દી અહિયાં મુકીશ. 

ઝવેરચંદ મેઘાણી

પરિચય

ઝવેરચંદ કાલીદાસ મેઘાણી (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭)

કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, વર્તમાનપત્ર તથા સામયિકના પત્રકાર-સંપાદક, અનુવાદક.

જન્મસ્થળ ચોટીલા (જિ.સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ.અમરેલી).

પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. માધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં. ૧૯૧૨માં મેટ્રિક. ૧૯૧૬માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો સમય કામ કર્યું. તે દરમિયાન એમ.એ.નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. ૧૯૧૯માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઇંગલેન્ડ-પ્રવાસ. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી પરંતુ વતનના આકર્ષણે ૧૯૨૧માં પાછા બગસરા આવ્યા. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી તેમનો પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ, ૧૯૨૬માં ‘સૌરાષ્ટ્રમાંથી છૂટા થયા.

૧૯૩૦માં સત્યાગ્રહ ચળવળમાં જોડાવા બદલ ખોટા આરોપસર બે વર્ષનો જેલવાસ. ૧૯૩૨માં ‘ફૂલછાબ' સાપ્તાહિકમાં જોડાયા, પરંતુ 'ફૂલછાબ'ને રાજકીય રંગે રંગવાનો નિર્ણય લેવાતાં તેમાંથી ૧૯૩૩માં છૂટા થયા અને મુંબઈ જઈ “જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ' કૉલમના સાહિત્યપાનાનું સંપાદન. ૧૯૩૬માં બોટાદ આવી ફરી ‘ફૂલછાબ'માં જોડાઇને તંત્રી બન્યા.

૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૨૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૬માં મહીડા પારિતોષિક. બોટાદમાં અવસાન. તેમના સાહિત્યસર્જન, વિવેચન અને લોકસાહિત્યના સંશોધનો - સંપાદનોમાં પહેલીવાર નિમ્નવર્ગીય લોકચેતનાનો અપૂર્વ બળકટ અવાજ પ્રગટયો છે. સમાજને છેવાડે ઊભેલા દલિતપીડિતની વેદનાનું સમસંવેદન ઝીલતી યુગચેતનાનો ધબકાર તેમની કવિતામાં જોવા મળે છે. સામાજિક સમસ્યાઓને આલેખતી તેમની નવલકથાઓની સાથે ‘સોરઠ તારા વહેતા પાણી' જેવી પ્રાદેશિક નવલકથા નોંધપાત્ર છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દૃષ્ટિને મુખ્ય અને સામાજિક દૃષ્ટિને ગૌણ રાખીને કર્યું.

બળવંતરાય ઠાકોર

પરિચય

બળવંતરાય કલ્યાણરાવ ઠાકોર : (૨૩-૧૦-૧૮૬૯, ૨-૧-૧૯૫૨) 

જન્મ ભરૂચમાં. ૧૮૮૩માં મેટ્રિક. ૧૮૮૯માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક. ૧૮૯૧માં પૂના ડેક્કન કૉલેજમાં એમ.એ.ના અભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨માં ત્યાં ફેલો નિમાયા. ૧૮૯૩માં એમ.એ. થયા વગર જ કૉલેજ છોડી. 

૧૮૯૫માં કરાંચીની ડી.જે.સિંધ આર્ટસ કૉલેજમાં ઇતિહાસ, લૉજિક અને મોરલ ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. ૧૮૯૬માં બરોડા કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય, લૉજિક અને ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. એ જ વર્ષે અજમેરની સરકારી કૉલેજમાં ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. 

૧૮૯૯માં પૂનાની ડેક્કન કૉલેજમાં કામચલાઉ પ્રાધ્યાપકપદે નિયુક્તિ. ૧૯૦૨માં પુનઃ અજમેરમાં અધ્યાપક અને ઉપાચાર્ય બન્યા. ૧૯૧૪માં પૂનાની ડેક્કન કૉલેજમાં કાયમી અધ્યાપક તરીકે નિયુક્ત. ૧૯૨૪માં નિવૃત્ત થયા, પણ ૧૯૨૭ સુધી પૂના રહ્યા. ૧૯૨૮થી ૧૯૩૭ સુધી વડોદરા અને ૧૯૩૭થી આયુષ્યના અંત સુધી મુંબઈ રહ્યા. બ.ક. ઠાકોરની કાવ્યરીતિનો દીર્ધકાલીન પ્રભાવ એમની પછીની પેઢીએ ઝીલ્યો છે. નવી વિભાવના, સોનેટનું નવું સ્વરૂપ, લાગણીને સ્થાને વિચાર, સલતાની સામે અર્થઘનતા, પ્રાંસબંધ અને બ્લોકબંધની સાથે પ્રસરી જતી પંક્તિઓની પ્રવાહિતા - આ સર્વ પ્રવેશ પામ્યા. ગુજરાતીમાં પ્રાસહીન પદ્ય (બ્લેન્ક વર્સ)ની નિકટ જવા એમણે અગેય પૃથ્વી છંદ યોજયો. માત્ર સર્જન દ્વારા જ નહીં, પરંતુ શુદ્ધ (અગેય) પધ', 'કવિતાશિક્ષણ” તથા “નવીન કવિતા વિશે વ્યાખ્યાનો' જેવાં વિવેચનો કરીને તેમણે વિચારઘન કવિતાને પ્રજા સુધી પહોંચાડવાનો અથાક પુરુષાર્થ કર્યો છે.

ભગવતીકુમાર શર્મા

પરિચય 

ભગવતીકુમાર હરગોવિંદ શર્મા (૩૧-૫-૧૯૩૪)  

કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, પત્રકાર-સંપાદક. 

જન્મ સુરતમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૬૮માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. 

૧૯૫૫થી ‘ગુજરાત મિત્ર' દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ૧૯૭૭માં કુમારચન્દ્રક. ૧૯૮૪નો રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૮૭નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર, કવિતા, ટૂંકી વાર્તા ચરિત્ર વગેરે ક્ષેત્રોમાં સર્જન કરનાર આ સર્જકનું નોંધપાત્ર પ્રદાન નવલકથામાં છે. 

નવલકથા લેખનમાં એમનો ઉર્ધ્વગામી વિકાસ દેખાય છે. આ પૈકી 'સમયદ્વીપ'માં બ્રાહ્મણ કથાનાયક નીલકંઠના આધુનિક યુવતી નીરા સાથેના લગ્ન પછી સર્જાતો મૂલ્યસંઘર્ષ અને મનોસંઘર્ષ કેન્દ્રમાં છે, “ઉધ્વમૂલ’, ‘અસૂર્યલોક' દીર્ઘ નવલકથાઓ છે. એમની કલ્પનાનિષ્ઠ શૈલી પ્રભાવક નીવડે છે.

અશોક હર્ષ

પરિચય

અશોક રતનસી હર્ષ (૨૭-૯-૧૯૧૫)

વાર્તાકાર, ચરિત્રકાર, પધકાર, અનુવાદક. 

જન્મ વતન અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંદ્રામાં. મેટ્રિકના વર્ષમાં અભ્યાસ છોડી સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાયેલા. પત્રકારત્વ મુખ્ય વ્યવસાય. 

૧૯૫૩માં કુમારચંદ્રક પ્રાપ્ત.
એમના નવલિકાસંગ્રહોમાં મૌલિક અને અનુદિત વાર્તાઓ સંગ્રહિત છે. મુખ્યત્વે સાહસકથા અને વિજ્ઞાનકથાઓમાં માનવમનની વિલક્ષણતાઓને સહજ રીતે પ્રગટ કરે છે. 

વિદેશી કૃતિઓના સાર ગુજરાતીમાં સરળ ભાષામાં મૂકી આપીને પણ તેમણે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે.

અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ

પરિચય 

અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ (11-11-૧૯૩૫, ૩૧-૭-૧૯૮૧) 

વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. 

જન્મ પાટણમાં. શાળાશિક્ષણ વડોદરામાં. ૧૯૫૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., ૧૯૬૦માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૯થી ડભોઇની આર્ટસ કૉલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કૉલેજમાં પ્રાધ્યાપક. 

૧૯૬૮થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ‘ભૂમિકા’ અને ‘કિમપિ' સામયિકના તંત્રી. સારા શિક્ષક અને પ્રભાવક વક્તા, લ્યુકેમિયાથી અમદાવાદમાં અવસાન.

આધુનિક સાહિત્ય અને વિશ્વસાહિત્યની સંપ્રજ્ઞતા સાથે વિવેચન ક્ષેત્રે સુરેશ જોષી પછી જે તાજગી આવી તેમાં આ લેખકે સ્વરૂપની શુદ્ધતાને અનુલક્ષીને સુશ્લિષ્ટ ને સમતોલ વિવેચન આપવાનો પ્રયત્ન કર્યો છે. મૃત્યુના સંવેદનોનો પાસ પામેલી એમની કાવ્યરચનાઓમાં આગવી મુદ્રા ઉપસે છે.

બાલમુકુંદ દવે

પરિચય

બાલમુકુન્દ મણિશંકર દવે (૭-૩-૧૯૧૬, ૨૮-૨-૧૯૯૩) 

જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં. 

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની ગ્રીસયાજી હાઇસ્કૂલમાં. મેટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી ‘નવજીવન’માં જોડાયા. 

ત્યાંથી ત્રણેક દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન'નું સંપાદન કાર્ય કર્યું. ૧૯૪૯માં કુમારચન્દ્રક.
બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાના પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક ને પ્રેરક સાહિત્યનું વાચન, બુધસભા અને કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ તેમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. 

પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ મુખ્ય કવનવિષયો છે, શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને મનોહારિતા આપે છે.


ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો નું લીસ્ટ બહુજ લાંબુ છે. જો આપને કોઈ સાહિત્યકાર વિષે જાણવાની ઈચ્છા હોય તો મને કોમેન્ટ કરો હું મારી રીતે સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે આપને આપના સાહિત્યકાર વિષે જેટલી શક્ય હશે તેટલી માહિતી જરૂર થી આપીશ. 

Monday, July 2, 2018

જાંબુઘોડા અભયારણ્ય અને મંદિરનો ઇતિહાસ

જાંબુઘોડા અભયારણ્ય અને મંદિરનો ઇતિહાસ




ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્વાનો વડ, પીપળો, ખીજડો (શમી), તુલસી જેવી વૃક્ષપૂજા, ગાય, અશ્વ, મગર, વાઘ, હાથીના માથાવાળા ગણેશ અને મંકી ગોડ-વાનર જેવી પશુપ્રાણીઓની પૂજા નિહાળી પ્રભાવિત થાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે, ભાવવિભોર બની તેમના કાયમી ભક્ત બની જાય છે, અને ભારતમાં જ રહી જાય છે. મારી વાતમાં વિશ્વાસ ન પડતો હોય તો પોરબંદર-માધવપુર (ઘેડ) વચ્ચે માધવપુરથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલા મોઆ હનુમાનની જગ્યાની કોઈવાર મુલાકાત લેજો.

અહીં ફ્રાંસનાં એક મહિલા મોઆ હનુમાનની ૩૨ વર્ષથી સેવા-પૂજા ને આરતી કરે છે. મલક એમને સંતોષગિરી માતાજીના નામે ઓળખે છે, ને હવે તો તેઓ કાઠિયાવાડી ભાષામાં વાતો પણ કરે છે.

રામાયણનાં પાનાં બોલે છે કે રામનો રાજ્યાભિષેક થયા પછી પણ હનુમાન તેમની સાથે જ રહ્યા. તેમણે સેવાથી રામને પ્રસન્ન કર્યા. રામે તેમને બ્રહ્મવિદ્યા શીખવી. રામચંદ્રજી નિજધામ જતા હતા તે વખતે હનુમાન સાથે જવા લાગ્યા. ત્યારે રામે ‘આ કલ્પ ના અંત સુધી તારે આ ભૂમિ પર રહેવું’ એવી આજ્ઞા કરી. હનુમાન બહુધા હિમાલયના ગંધમાદન શિખર ઉપર રહે છે. કોઈ કોઈ વખત કંિપુરુષ વનમાં વસે છે, તો કોઈવાર ડુંગર માથે જઈને આસન માંડે છે. એવું એક મંદિર હનુમાનધારાના નામે જાણીતું છે. મંદાકિની નદીના સામે કિનારે હનુમાનધારા નામનો ડુંગર છે. આ ડુંગરાળ પ્રદેશમાં ગીચ જંગલ આવેલું છે. તેમાં વાઘ, ચિત્તા જેવા ભયંકર જનાવરો રહે છે. ટેકરીની પાછળ સાઘુસંતોની ગુફાઓ આવેલી છે. ત્યાં રસ્તાઓ એટલા તો ભૂલભૂલામણીવાળા અને અટપટા છે કે અજાણ્યા માણસો તેમાં અચૂક અટવાઈ જાય છે. હનુમાનધારાનો ડુંગર ચડતાં બસોથી ત્રણસો પગથિયાં માથે હનુમાનજીનું મંદિર આવે છે. એની દંતકથા એવી છે કે જ્યારે સીતાજી ચિત્રકૂટ તરફ પ્રયાણ કરતાં હતાં ત્યારે તેઓએ ભોજન બનાવીને વિશ્રામ કરેલ. આ વાતના સ્મરણમાં ત્યાં નાની સુંદર પર્ણકૂટિ બંધાવેલ છે.

અરણ્યદેવ હનુમાનજીનું બીજું એક મંદિર વન અને ડુંગરની વચમાં ગિરનાર પર આવેલું છે. તે પણ હનુમાનધારાના નામે જાણીતું છે. અહીં હનુમાનજીના મોંમાંથી અખંડ પાણીની ધારા વહે છે. આજે અરણ્ય વિસ્તારમાં વસનારા આદિવાસીઓના આરાઘ્ય વાનરદેવ ઝંડબાપજી અર્થાત્‌ ઝંડ હનુમાનજીના દેહાણ્ય સ્થાનકની વાત કરવી છે.

વાહન અને વસ્તીથી હાંફતા નગરજીવનના ધાંધલ-ધમાલ અને ઘૂળ-ઘૂમાડાથી તમે થાક્યા હો ને પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા સ્થળે જઈ તમારો થાક થોડોક ઊતારવો હોય તો દ.ગુજરાતમાં આવેલા ઝંડ હનુમાનજીના સ્થાનકની એકવાર મુલાકાત લેવા જેવી ખરી. મને ખબર છે કે તમે તુરત જ બોલી ઉઠવાના કે ‘ભૈ, આ સ્થાનક આવ્યું ક્યાં ? દાદાના દર્શન કરવા હોય તો ક્યાં થઈને જવાય ?’

તો સાંભળો, વડોદરાથી ૯૦ અને પાવાગઢથી ૩૨ કિ.મીટરના અંતરે જાંબુઘોડાના અભયારણ્યમાં ઝંડ હનુમાનજીનું ઓછું જાણીતું સ્થાનક આવેલું છે. વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં તરગોળ જૂથના આદિવાસી વિસ્તારમાં ઝંડ નામનું નાનકડું ગામ છે. ગામની પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં પંચમહાલ જિલ્લાની અને દક્ષિણે વડોદરા જિલ્લાની સરહદો અડે છે. જાંબુઘોડાથી ૧૧ કિ.મીટરનો રસ્તો કાચોપાકો છે. જાંબુઘોડાથી બોડેલી તરફ જતાં મુખ્ય માર્ગ પર ઝંડ હનુમાન ૧૧ કિ.મી.નું પાટિયું આવે છે. ત્યાંથી ચાલતા, વાહન કે બાઈક ઉપર તલાવિયા, રાસ્કા અને લાંભિયા ગામ થઈને ત્યાં જઈ શકાય છે. પાંચેક કિ.મીટરના પાકા રસ્તા પછી ઓબડધોબડ કાચો રસ્તો આવે છે.પરંતુ હવે પાકો રસ્તો પણ બની ગયો છે, અહીંયા એક વખત પ્રવેશો એટલે પ્રકૃતિ સાથે તમારો સંપર્ક જીવંત થઈ જાય છે. ચારે બાજુ વિશાળ પર્વતો, લીલીછમ વનરાજી, શ્રાવણ માસમાં વાદળછાયું વરસાદી મદમસ્ત વાતાવરણ, પ્રકૃતિનો આનંદ માણી રહેલ પશુપક્ષીના મઘુર અવાજો અને જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી. ચોતરફ પ્રસન્નપણે પથરાયેલું પ્રાકૃતિક સૌંદર્ય. શાસ્ત્રમાં કહ્યું છે કે તમારે ભગવાનને પામવા હોય ત્યારે મોહ-માયાના બંધન અને ભૌતિક સુખોથી મુક્ત થવું પડે. અહીં રેડિયો પર કોઈ સ્ટેશન કે મોબાઈલ પર કોઈ ટાવર પકડાતા નથી. મારગ માથે કોઈ લારી-ગલ્લા કે હાટડીઓ નથી. કુદરતી વાતાવરણનો આંખોને ઠંડક આપતો અહેસાસ અને માનસિક શાંતિ આપતું ઘનઘોર જંગલનું અફાટ સામ્રાજ્ય.

ઝંડબાપજીના દર્શને જતાં ૧૧ કિ.મીટરના અંતરમાં તમને તળાવ, નાના નાના ઝરણાં જોવા મળશે. તેને ઓળંગીને જવાથી બાળકો સહિત પ્રકૃતિને માણનારાઓને અપાર આનંદની અનુભૂતિ થાય છે. ઝંડ હનુમાન જતા સુધીમાં નવ નવ વાર ખળખળ વહેતાં ઝરણાં આવે. ઝરણાં જોતાં જોતાં, ઝરણાંમાં હાથમોં ધોઈ એ પાણીમાં છબછબિયાં કરતાં કરતાં, વૃક્ષ, વનરાજિ અને લીલાછમ જંગલ ઝાડિયું અને પ્રકૃતિને પામતાં પામતાં ક્યારે ઝંડ હનુમાન પહોંચી જાવ છો એની યે ખબર પડતી નથી.

અહીં હરિયાળી વનરાજિ વચ્ચે બે ડુંગરીઓની સાંકડી ખીણની ડાબી બાજાુએ પચાસ સાઈઠ ફૂટ ઊંચા ડુંગરાના વિશાળ ખડક પર અઢાર ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતી ઝંડ હનુમાનજીની નયનમનોહર ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. મૂર્તિના ખભા પાછળ મોટું પૂંછડું દેખાય છે. આ પૂંછડાને ત્યાં વસતા આદિવાસીઓ ‘ઝંડ’ કહે છે. આવું ઝંડ-ઝૂંડવાળું પૂછડું ધરાવતા હનુમાનજી દાદાને તેઓ ઝંડબાપજી તરીકે પૂજે છે. આ ગામનું નામ ‘ઝંડ’ પણ ઝંડબાપજીના નામ પરથી પડ્યું છે તેમ તેઓ કહે છે.

ગુજરાતમાં હનુમાનજીની એકમુખી અને પંચમુખી અસંખ્ય મૂર્તિઓ મળે છે પણ ખડક કોતરીને એક જ પથ્થરમાંથી બનાવેલી ૧૮ ફૂટ ઊંચી આ મૂર્તિ છે. આવી મૂર્તિ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. દેવમૂર્તિના ડાબા પગ નીચે છએક ફૂટની ઉંચાઈ ધરાવતી પનોતીને દાદાએ દબાવેલી છે. આ વિસ્તારમાં વસતા આદિવાસીઓ કહે છે કે ઝંડદેવની આ મૂર્તિ પાવાગઢના પતાઈ રાવળના સમય પહેલાની છે. ખરેખર તો પાંચસો વર્ષ પૂર્વે હનુમાનજીની આવી મૂર્તિઓ ભાગ્યે જ બનાવવામાં આવતી. ઝંડદેવની મૂર્તિ પરનું તક્ષ્ણકામ જોતાં આ પ્રતિમા બસો અઢીસો વર્ષથી વઘુ જુની હોવાનું પુરાતત્ત્વવિદો માનતા નથી.

ઝંડદેવની મૂર્તિ ભલે બે અઢી દાયકાથી વઘુ પુરાણી ન હોય પણ આ સ્થળ- આ વન મહાભારતના સમય જેટલું પ્રાચીન છે.


Sunday, July 1, 2018

વલ્લભભાઈને ‘સરદાર; બિરુદ મળ્યાને ૯૦ વર્ષ થયા (Vallabhbhai Patel Got Title "Sardar" 90 Year Back)

વલ્લભભાઈને ‘સરદાર; બિરુદ મળ્યાને ૯૦ વર્ષ થયા

બરાબર ૯૦ વર્ષ પહેલા ૧૯૨૮ માં વલ્લભભાઈ પટેલને અંગ્રેજો સામે સફળતા મળી હતી. એ સફળતા બારડોલી સત્યાગ્રહની હતી, જે પછીથી વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાયા હતા. બારડોલી કોલેજના પૂર્વ પ્રાધ્યાપક મગનભાઈ આઈ.પટેલે પોતાના પીએચ.ડી. નિબંધમાં નોંધ્યા પ્રમાણે ભીખીબહેને સૌથી પહેલા વલ્લભભાઈને સરદાર કહ્યાં હતા. ભીખીબહેન બારડોલી પાસે આવેલા આકોટી ગામના વતની હતા. એ સત્યાગ્રહમાં મહિલાઓનો અત્યંત મહત્ત્વનો ફાળો હતો.

૧૯૨૮-૨૦૧૮ : આજે ૯૦મો ‘બારડોલી સત્યાગ્રહ વિજય દિન’

ખેડૂતોને ડરાવવા અંગ્રેજોએ તેમની ૧૬ હજારથી વધુ ભેંસો જપ્ત કરી લીધી હતી

સત્યાગ્રહમાં મહિલાઓએ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો.

બારડોલીના નવા આવેલા અને બિનઅનુભવી કલેક્ટરે સ્થિતિ તપાસ્યા વગર મહેસૂલ ૩૦ ટકા સુધી વધારી દીધું હતું. ખેતરમાં ધાન પેદા થાય કે ન થાય અંગ્રેજોએ નક્કી કરેલી રકમ સરકારને ચૂકવી આપવાની. તેની સામે બારડોલીના લોકોમાં રોષ ફેલાઈ રહ્યો હતો.

બે વર્ષ પહેલાં વળી બારડોલી પૂરનો ભોગ બન્યું હતું. ખેતી લગભગ નિષ્ફળ હતી, ભૂખમરાની સ્થિતિ હતી. જિલ્લાનો ખેત ઉત્પાદન ખર્ચ ૩૨ લાખ રૃપિયા જ્યારે ખેત પેદાશની આવક ૨૯ લાખ જેટલી હતી. એટલે કે જિલ્લાના ખેડૂતો ૩ લાખથી વધુ રૃપિયાની ખાદ્યમાં ચાલતા હતા. એ સંજોગોમાં પણ મહેસૂલ તો ચૂકવવાનું જ હતું.

બારડોલીની આ સમસ્યા સ્થાનિક નેતા નરહરિ પરીખ દ્વારા ગાંધીજી સુધી પહોંચી. વિવાદ થયો એટલે સરકારે પહેલા મહેસૂલ ઘટાડી ૨૯ ટકા કર્યું, પછી વળી ૨૨ ટકા કર્યું. પણ ખોટ ખાઈ રહેલા ખેડૂતો શું ચૂકવી શકે? માટે ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સત્યાગ્રહની આગેવાની લેવા જણાવ્યું. વલ્લભભાઈએ બારડોલીમાં ધામા નાખ્યા અને ખેડૂતો, અધિકારી, સ્થાનિક વેપારી વગેરેના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની શરૃઆત કરી. વલ્લભભાઈ સ્થાનિક લોકોની હિંમત તપાસ્યા વગર ક્યારેય લડત આગળ ધપાવતા ન હતા.

બે ગજથી વધુ જમીન નહીં જોઈએ

અંગ્રેજોની સિમ્પલ સિસ્ટમ હતી, ભાગલા પાડો. માટે એક બાજુ લડતની તૈયારી આરંભાઈ તો બીજી તરફ સરકારે અમુક ખેડૂતોને ‘મહેસૂલ ભરી આપો.. નહીંતર માલ-મત્તા-જમીન જપ્ત થશે..’ એ પ્રકારની નોટીસ મોકલવી શરૃ કરી દીધી. સરકારે કુલ ૬ હજારથી વધુ નોટીસ રવાના કરી હતી. નોટીસનો ઈરાદો દબાણ પેદા કરી ભંગાણ પાડવાનો હતો. કેમ કે એક-બે જણા પણ મહેસૂલ ભરી દે તો લડત ભાંગી પડે. બીજી બાજુ વેપારીઓને ત્યાં અંગ્રેજ સરકારે દરોડા પાડવાની શરૃઆત કરી અને દંડ ચાલુ કરી દીધો. જમીન જપ્તીના જવાબમાં વલ્લભભાઈએ કહ્યું હતુ કે માણસને બે ગજથી વધુ જમીન ન જોઈએ.

ધણીને ઘરમાં પગ નહીં મુકવા દઈએ!

વલ્લભભાઈએ ચતુરાઈ વાપરીને મહિલાઓને પહેલેથી પોતાના પક્ષે કરી લીધી હતી. મહિલાઓ જે પક્ષમાં હોય એ લડત ક્યારેય પાછી પડતી નથી. લડતની નોંધમાં કનૈયાલાલ મુનશીએ નોંધ્યુ છે કે જ્યાં જ્યાં વલ્લભભાઈ જાય ત્યાં મહિલાઓ મોટી સંખ્યામાં ઊમટી પડતી અને વલ્લભભાઈનું સ્વાગત કરતી હતી. ફરતાં ફરતાં વલ્લભભાઈ કોઈના ઘરે જઈને પૂછે કે ‘ડર તો નથી લાગતો ને..’ તો મહિલાઓ જવાબ આપતી કે ‘તમે બેઠા હોય પછી અમારે શી ફીકર?’ વલ્લભભાઈ મહિલાઓને પૂછતા કે ‘ડરીને તમારા ધણી મહેસૂલ ભરી દેશે તો તમે શું કરશો?’ મહિલાઓ જવાબ આપતી કે ‘તો પછી ધણીને ઘરમાં પગ નહીં મુકવા દઈએ.’

ભેંસોને જેલમાં પૂરી દીધી

ખેેડૂતોને નબળા પાડવા માટે સરકારે ભેંસો જપ્ત કરી લેવાના આદેશ કર્યા હતા. કુલ મળીને ૧૬ હજારથી વધુ ભેંસ જપ્ત કરવામાં આવી હતી. ભેંસોને થાણામાં પુરી દેેવાતી હતી. તેના માટે વલ્લભભાઈએ પત્રકારોને કહ્યું હતુ : ‘લખજો કે પોલીસથાણામાં ભેંસો પણ ભાષણ આપી રહી છે!’ લોકો સરદાર પટેલના પક્ષે જ હતા. એટલે સરકારની અનેક ધાક-ધમકી પછી પણ ડગ્યા નહીં. એક વખત તો કલેક્ટરે ગામ જવાનું હતુ, પણ કોઈએ તેને ટેક્સી ભાડે ન આપી. કલેક્ટરે બધા ટેક્સી ચાલકોના લાઈસન્સ તુરંત રદ કર્યા. એ પછી પણ કલેક્ટરે ચાલતાં જ જવું પડયું. 

સફળતાનો યશ ગાંધીજીને

હકીકતે સાત ટકા જ મહેસૂલ વધારો લઈ શકાય એમ હતો એવુ પાછળથી સરકારે પણ સ્વીકાર્યું. લડત શરૃ થઈ ત્યારે ૧૨મી જુને તાલુકાના ૧૧૨ પટેલોમાંથી ૮૪ પટેલ તથા, ૪૫ પૈકી ૧૯ તલાટીઓએ સામૂહિક રાજીનામા આપ્યા. સત્યાગ્રહ સફળ થયો પછીથી ૧૨મી જૂન ‘બારડોલી દિવસ’ તરીકે ઉજવાય છે. વલ્લભભાઈની લડતનું અંતે ધાર્યું પરિણામ આવ્યું અને સરકારે મહેસૂલ ઘટાડવા તૈયારી દાખવી. માટે એ પછીથી લોકહૃદયમાં વલ્લભભાઈ સરદાર તરીકે સ્થાન પામ્યા હતા. તો પણ સરદાર પટેલે વિજય પછી કહ્યું હતું કે ‘હું તો માત્ર ઔષધ આપનારો સાધક છું, વાહવાહી તો ઔષધ આપનાર (ગાંધીજી)ની થવી જોઈએ.’

બારડોલી પછી આખા હિન્દુસ્તાનમાં લડી લેવાનો ઉત્સાહ પ્રસરી ગયો હતો. માટે ‘હિન્દુસ્તાનનું બારડોલીકરણ’ એવા શબ્દ પણ વપરાતો હતો. ચાર મહિના ચા

લેલી લડતમાં એક પણ જીવ ગયો ન હતો, માટે ચક્રવર્તી રાજગોપાલાચારી અને સુભાષબાબુ જેવા નેતાઓએ સરદાર પટેલની કામગીરીના સર્વત્ર વખાણ કર્યા હતા.

Like This Youtube Channel For More Videos : http://bit.ly/2KLobPh

Buy wifi stand alone cctv camera No hdd required : http://imojo.in/7vw9vj

shopping from amazon : https://amzn.to/2Hpjcm8

Facebook Page: https://www.facebook.com/firsttechupdate

#1 Cheap web hosting in India : http://in.hostg.co/19795


Freelence direct credit : https://www.freelancer.in/get/raj432006

ઈતિહાસમાં ૧ જુલાઈનો દિવસ (History of 1st July)




  • રવિશંકર મહારાજ ગુજરાતના પનોતા પુત્ર , નાની ઉંમરે ગાંધીજીના પ્રભાવમાં આવી ઘર છોડી દેનારા આઝાદીના લડવૈયા અને મૂકસેવક રવિશંકર મહારાજે વર્ષ ૧૯૮૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા.
  • ડોક્ટર્સ ડે : પ . બંગાળના બીજા મુખ્યમંત્રી ડો . બિધાનચંદ્ર રોયના જન્મ દિવસને નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે . વર્ષ ૧૮૮૨માં જન્મેલા ડો . રોય ૧૯૬૨માં આજના દિવસે જ નિધન પામ્યા હતા.
  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા : ૧૯૨૧માં સ્થપાયેલી ઇમ્પિરિયલ બેન્ક ઓફ ઇન્ડિયાનું વર્ષ ૧૯૫૫માં આજના દિવસે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું નામકરણ થયું હતું.
  • પહેલો ઇન્ટરનેશનલ કોલ : વિશ્વનો પહેલો ઇન્ટરનેશનલ કોલ વર્ષ 1881ની પહેલી જુલાઈએ અમેરિકાથી કેનેડા થયો હતો . ગ્રેહામ બેલે પોતાના આસિસ્ટન્ટ વોટ્સનને 1876ની 10 માર્ચે આ કોલ કર્યો હતો.
  • વિમાનમાં દુનિયાનું પહેલું ચક્ : અમેરિકન પાઇલટ વિલી પોસ્ટે (તસવીરમાં ) 1933 ની પહેલી જુલાઈએ વિમાનમાં દુનિયાનું પહેલું ચક્કર લગાવ્યું હતું . જોકે પહેલું હવાઈ ચક્કર જર્મન હ્યુગો એકનેરે વર્ષ 1929માં પૂરું કર્યું હતું.
  • SOSને સ્વીકૃતિ મળી: ડૂબતું જહાજ ખલાસીઓને બચાવવા માટે સેવ અવર સૌલ SOS મેસેજ મોકલે તેવી સ્વીકૃતિ વર્ષ 1908ની પહેલી જુલાઈએ અપાઈ હતી. તેથી આપત્તિમાં મદદના પ્રતીકરૂપે SOS પ્રચલિત થયો છે. ૧૯૦૮ એસ.ઓ.એસ. ( SOS ) ને આંતરરાષ્ટ્રીય ભય સંકેત (Distress signal ) તરીકે સ્વીકારાયો.
  • 1821 - દૈનિક વર્તમાનપત્ર 'મુંબઇ સમાચાર' પ્રકાશિત થયું.
  • 1862 - પ. બંગાળ અને આંદામાન-નિકોબાર માટે કલકત્તા હાઇકોર્ટની લટસ્થાપના થઇ અને એક બેન્ચ પોર્ટ બ્લેરમાં રાખવામાં આવી.
  • 1879 - પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગે 1 પૈસાનું પોસ્ટ કાર્ડ શરુ કર્યું.
  • 1909 - મદનલાલ ઢીંગરાએ લંડનમાં વિલિયમ વાયલીની હત્યા કરી.
  • 1913 - મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વસંતરાવ નાઇકનો જન્મ થયો.
  • 1927 - ભારતના પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરનો જન્મ થયો.
  • 1938 - પ્રખ્યાત ગીટારવાદક હરિપ્રસાદ ચોરસિયાનો જન્મ થયો.
  • 1947 - બ્રિટનની સંસદે ભારતીય સ્વતંત્રતા એક્ટ નામનું બિલ પાસ કર્યું અને 15 ઓગસ્ટ પેહલા ભારતમાંથી સત્તા છોડવાની જાહેરાત.
  • 1961 - ભારતીય અવકાશ વૈજ્ઞાનિક કલ્પના ચાવડાનો જન્મ થયો.
  • ૧૮૫૮ – 'લિનન સોસાયટી' (Linnean Society) સમક્ષ, ચાર્લસ ડાર્વિન ( Charles Darwin ) અને 'આલ્ફ્રેડ રસલ વોલેસ' (Alfred Russel Wallace)નાં ઉત્ક્રાંતિ (Evolution ) પરનાં શોધનિબંધોનું,સંયુક્ત વાચન કરાયું.
  • ૧૯૨૧ – 'ચાઇનિઝ કમ્યુનિસ્ટ પક્ષ'ની રચના કરાઇ.
  • ૧૯૪૮ મહમદ અલી ઝીણાએ પાકિસ્તાનની કેન્દ્રીય બેન્ક, 'સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન'નું ઉદ્ઘાટન કર્યું.
  • ૧૯૪૯ ભારતનાં બે રજવાડા, કોચિન અન ત્રાવણકોર ,નું ભારતસંઘમાં જોડાણ કરાયું અને 'થિરૂ-કોચિ' નામક રાજ્ય બનાવાયું.(જે પછીથી કેરળ તરીકે પુનઃસંગઠીત કરાયું).
  • ૧૯૫૭ આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષની શરૂઆત કરાઇ. ( International Geophysical Year ).
  • ૧૯૬૩ યુ.એસ. ટપાલ વિભાગ માટે ઝિપ કોડ (ZIP Code ) અમલમાં આવ્યો.