Monday, July 9, 2018

ઈતિહાસમાં ૯ જુલાઈનો દિવસ

ઈતિહાસમાં ૯ જુલાઈનો દિવસ

પહેલી પંચવર્ષીય યોજના : 

આઝાદ ભારતની પહેલી પંચવર્ષીય યોજના વર્ષ ૧૯૫૧માં આજના દિવસે વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સરકાર દ્વારા રજૂ કરાઈ હતી .

ગુરુ દત્ત :

ભારતીય ફિલ્મોના ક્લાસિક ડિરેક્ટર ગુરુદત્તનો જન્મ વર્ષ ૧૯૨૫માં આજના દિવસે બેંગલોરમાં થયો હતો . ' પ્યાસા' , 'કાગઝ કે ફૂલ ' ' સાહિબ બીબી ઔર ગુલામ ' તેમની યાદગાર ફિલ્મો છે 

સંજીવ કુમાર : 

બોલીવુડના યાદગાર અભિનેતા સંજીવ કુમારનો જન્મ વર્ષ ૧૯૩૮માં આજના દિવસે સુરતમાં થયો હતો . સંજીવ કુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ ગુજરાતી હતાં. તેમણે નયા દિન નયી રાત ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી.
કોશિશ ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. શોલે ફિલ્મનું ઠાકુરનું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.

BSEની સ્થાપના : 

એશિયાનું પહેલું અને સોદા કરવામાં વિશ્વનું સૌથી ઝડપી સ્ટોક માર્કેટ મુંબઈ સ્ટોક એક્સચેન્જ ( BSE)ની સ્થાપના વર્ષ 1875ની નવ જુલાઈએ થઈ હતી . પાંચ બ્રોકર્સે વડના ઝાડ નીચે ઊભા રહીે ટ્રેડિંગની શરૂઆત કરી હતી. બીએસઇ (BSE)ની સ્થાપનાનો શ્રેય ચાર ગુજરાતીઓ અને એક પારસીને જાય છે તેઓ આ અંગેની ચર્ચા કરવા માટે વડના ઝાડ નીચે પોતાનો અડ્ડો બનાવ્યો હતો. તેમણે વડના ઝાડ નીચે બનાવેલી બેઠકમાં જ શેરબજાર શરૂ કર્યું હતું. તેમ છતાં BSEની સ્થાપનાનો શ્રેય પ્રેમચંદ રોયચંદ નામક વેપારીને ફાળે જાય છે. પ્રેમચંદને કોટન કિંગ અને બુલિયન કિંગના નામે પણ ઓળખાવાતા હતા, તેઓ સુરતના જાણીતા વ્યાપારી રોયચંદ દીપચંદના પુત્ર હતા. 

ભારતમાં અર્થતંત્ર તથા મૂડીબજારના વિકાસમાં શેરબજારોનું વ્યાપક તથા મહત્વનું યોગદાન રહ્યું છે.
હાલમાં ભારતમાં શેરબજારનું ટ્રેડીંગ કરવા માટે ત્રણ મોટા શેરબજાર(સ્ટોક એક્ષચેન્જ) કાર્યરત છે, જેમનાં નામ નીચે પ્રમાણે છે.

૧ બોમ્બે સ્ટોક એક્ષચેન્જ BSE સ્થાપના 1875 SENSEX(સૂચકાંક)
૨ નેશનલ સ્ટોક એક્ષચેન્જ NSE સ્થાપના 1992 NIFTY(સૂચકાંક)
૩ MCX સ્ટોક એક્ષચેન્જ લિમિટેડ MCX-SX સ્થાપના 2008 SX40(સૂચકાંક)

પહેલી વિમ્બલ્ડન ટુર્નામેન્ટ : 

1877ની નવ જુલાઈએ વિશ્વની પહેલી લોન ટેનિસની સત્તાવાર ટુર્નામેન્ટ તરીકે બ્રિટનના વિમ્બલ્ડન ખાતે પહેલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ શરૂ થઈ હતી . આ ટુર્નામેન્ટ માટેના નિયમો ફેમસ મેરિલબોન ક્રિકેટ ક્લબે ઘડ્યા હતા.

અંતરિક્ષમાં અણુ ધડાકો : 

વર્ષ 1962ની નવ જુલાઈએ અમેરિકાએ પૃથ્વીના વાતાવરણની બહાર અણુ ધડાકો કર્યો હતો . 'સ્ટારફિશ પ્રાઇમ ' ના નામે ઓળખાતો આ ધડાકો એ રોકેટને પૃથ્વીથી 400 કિ . મી . ઉપર મોકલીને કર્યો હતો.

૧૯૯૧ – દક્ષિણ આફ્રિકાને, ૩૦ વર્ષના પ્રતિબંધ પછી, ફરીથી ઓલિમ્પિક રમતોત્સવમાં પ્રવેશ મળ્યો.
1969 :- Indian Wild life Board ની ભલામણ થી રોયલ બેંગલ ટાઇગર (વાઘ)ને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યુ.

No comments:

Post a Comment