બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો ઈતિહાસ
વાત એમ છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઇ (BSE)ની સ્થાપનાનો શ્રેય જે ચાર ગુજરાતીઓ અને એક પારસીને જાય છે તેઓ આ અંગેની ચર્ચા કરવા માટે વડના ઝાડ નીચે પોતાનો અડ્ડો બનાવ્યો હતો. તેમણે વડના ઝાડ નીચે બનાવેલી બેઠકમાં જ શેરબજાર શરૂ કર્યું હતું. BSEની સ્થાપનાનો મુખ્ય શ્રેય પ્રેમચંદ રોયચંદ નામક વેપારીને ફાળે જાય છે. પ્રેમચંદને કોટન કિંગ અને બુલિયન કિંગના નામે પણ ઓળખાવાતા હતા, તેઓ સુરતના જાણીતા વ્યાપારી રોયચંદ દીપચંદના પુત્ર હતા.
૧૮૫૦ની આસ પાસ પોતાના કારોબારના સિલસિલામાં મુંબઇના ટાઉન હોલની સામે આવેલા વડના ઝાડની નીચે જ બેઠકો યોજતા હતા. આ બેઠકમાં લોકોની સંખ્યા વધતી ગઇ. ધીરે ધીરે આ કારોબારમાં સભ્યોની સંખ્યા પણ વધતી ગઇ. વર્ષ ૧૮૭૫ માં આ લોકોએ પોતાનું એક એસોસિએશન બનાવ્યું હતું. આ એસોસિએશનનું નામ ધ નેટિવ શેર એન્ડ સ્ટોક એસોસિએસન રાખવામાં આવ્યું હતું.
ત્યાર બાદ કામ કાજનો વ્યાપ વધતા તેમને મોટી જગ્યાની જરૂર ઉભી થઇ. આ માટે તેમણે દલાલ સ્ટ્રીટ પર એક ઓરડો ભાડે રાખ્યો હતો. ત્યાર બાદ અન્ય મોટી જગ્યા ભાડે રાખતા હતા. આ જગ્યાઓ પર આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉભું છે.
ચર્ચગેટના ઓવલ મેદાન તરફથી બે ટાવરો મુંબઈ નગરીને પ્રતીકાત્મક રીતે રજુ કરતા દેખાય. એક વિશ્વવિદ્યાલયનું હજી ટકોરાબંધ ઘડિયાળવાળું રાજાબાઈ ટાવર અને બીજું શેરબજારનું ફિરોઝ જીજીબાઇ ટાવર. અમૃત ગંગરના શબ્દોમાં મુંબઈગરા આપણી મુંબઈ નગરી , આમચી મુંબઈ એટલે વિદ્યાની દેવી સરસ્વતી અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીનો સુમેળ. 150 વર્ષ પછી રાજાબાઈ ટાવર એમનું એમ ઉભું છે, જયારે આપણા મહાડાના મકાન 2-3 વર્ષમાં ખખડવા માંડે છે.
શેરબજાર એટલે આપણા ગુજરાતીઓનો ગઢ છે.
મુંબઈ શેરબજારનો ઉદભવ ઈ . સ 1851 માં એટલે મુંબઈ વિશ્વવિદ્યાલયથી 6 વર્ષ અગાઉ થયો હતો. તેમના માહિતી સભરલેખ ” હિસ્ટ્રી ઓફ ધ બોમ્બે સ્ટોક એક્સચેન્જ” માં સંશોધક અને મુંબઈ વિશ્વવિદ્યાલયના અર્થશાસ્ત્ર વિભાગના રીડર નીરજ હાટેકર લખે છે તેમ બોમ્બે ગ્રીન (ટાઉનહોલ સામેનો અત્યારનો હોર્નીમલ સર્કલ વિસ્તાર)માં એક વડના વૃક્ષ નીચે બાવીસ શેર દલાલો અનોપચારિક રીતે મળતા અને શેર સટ્ટો રમતા. દરેક દલાલ અંકે એક રૂપિયાનું રોકાણ કરતો . 22 શેર દલાલોનું આ વૃંદ “ધ નેટીવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસીએશન” તરીકે ઓળખાતું હતું. જયારે કંપનીઓ નહોતી ત્યારે પણ મુંબઈ નગરીમાં શેર બજાર ઉદભવી ચૂક્યા હતા. છેક 1847માં સુરતના વેપારીઓ એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ અને બ્રિટીશ ટુરિસ્ટો સાથે મળીને કાગળ ઉત્પાદન કરવા માટે એક જોઈન્ટ સ્ટોક કંપની બનાવવાનું વિચાર્યું હતું. રૂ . 200ના 500 શેરોવાળી એક લાખ રૂપિયાની ઓથોરાઇઝડ કેપિટલની આ કંપની સ્થાપવાનું વિચારાયું હતું. પ્રમોટરો એ વિચાર પડતો મુક્યો હતો ત્યાં સુધીમાં તો 200 શેરો વેચાઈ ગયા હતા. પછી તેમણે કાગળ નહિ પણ કાપડની કંપની શરુ કરવાનું નક્કી કર્યું હતું. એ વાત સાચી છે કે 150 વર્ષ અગાઉ સ્વદેશીઓએ જોઈન્ટ સ્ટોક કંપની અને શેરબજારની કલ્પના કરી દીધી હતી .
ઈ . સ ૧૮૫૪ માં ધ બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની પાંચ લાખ રૂપિયાની શેર કેપિટલ(5,000 રૂપિયાના 100 શેરો) વડે સ્થપાઈ હતી. મોટા ભાગના શેરો પ્રમોટરો તેમજ ઓળખીતા પાળખીતા પારસી અને ગુજરાતી વેપારીઓના હાથમાં હતા. 6 વર્ષના ટૂંકા ગાળામાં તો મુંબઈ નગરીમાં દસેક કાપડની મિલો ઉભી થઈ ગઈ હતી અને તેમાં 6,600 લોકો કામ કરતા હતા. આ ગાળામાં સ્ટોક એક્ષ્ચેજ કે શેરબજારનું હોવું સ્વાભાવિક હતું. શેરોની લે વેચ કરતી વ્યક્તિઓ ઉદ્યોગ પણ સ્થાપી રહી હતી. નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિયેશનના સભ્યોમાં પ્રેમચંદ રોયચંદ જેવા અગ્રેસર શાહ્સોદાગરોનો સમાવેશ થતો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ...
- દેશમાં ઈક્વિટી કલ્ચરને વિકસાવવામાં શેરબજારે મહત્વની ભૂમિકા ભજવી છે.
- આજે દેશમાં કોઈ શેરબજારમાં સૌથી વધુ લિસ્ટેડ કંપનીઓ હોય તો તે મુંબઈ શેરબજારમાં છે.
- મુંબઈ શેરબજારમાં રોજની લગભગ 2500 કંપનીઓનાં ટ્રેડિંગ થાય છે અને કંપનીઓ તેમનાં શેરનું લિસ્ટિંગ મુંબઈ શેરબજારમાં થાય તેવો આગ્રહ રાખે છે.
- આનું સાદું કારણ એ છે કે મુંબઈ શેરબજારમાં નાનીથી લઈને મોટા કદની કંપનીઓનાં ટ્રેડિંગ સરળતાથી થવાની સાથે મોટું ટ્રેડિંગ પ્લેટફોર્મ મળે છે.
- સરળ શબ્દોમાં કહીએ તો બીએસઈ રોકાણકારોને શેરો લેવા-વેચવા માટેનું વિશાળ અને પારદર્શક માળખું પૂરું પાડે છે.
- આજે દેશમાં સંપૂર્ણ કોમ્પ્યુટરાઈ થડ ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડનારાં મુખ્ય શેરબજારોમાં મુંબઈ શેરબજાર એક છે.
- બીએસઈમાં ઓન લાઈન ટ્રેડિંગ સિસ્ટમ એટલે કે ✅બોલ્ટ નામે જાણીતી સિસ્ટમ હેઠળ સોદા થાય છે. રોકાણકારો દ્વારા શેરદલાલોને આપવામાં
બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)એટલે કે મુંબઈ શેરબજારની સ્થાપનાને ૯ જુલાઈએ ૧૪૨ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે સમયે એક રૃપિયાની પ્રવેશ ફી સાથે ૩૧૮ વ્યક્તિઓએ વડના એક વૃક્ષની નીચે શેરબજારની સૌપ્રથમ શરૃઆત કરી હતી. BSEએ ૨૫ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ડોલેક્સ-૩૦ શરૃ કર્યું હતું. તે BSEના ડોલર-લિન્ક્ડ વર્ઝન તરીકે ઓળખાય છે. BSE વિશ્વમાં ૧૧ માં ક્રમનું સૌથી મોટુ શેરબજાર છે. ટ્રાન્ઝેક્શનની ગણતરીએ BSE વિશ્વમાં પાંચમા ક્રમનું સૌથી મોટું શેરબજાર છે. બજાર મૂડીને આધારે BSEને આ ખિતાબ મળ્યો છે. BSE કુલ ૧૩૨૦ અબજ (૧.૩૨ ટ્રિલિયન) બજાર મૂડીનું સંચાલન કરે છે.
શેર બજારની સ્થાપના જાહેર સખાવત ટ્રસ્ટ તરીકે ૧૮૯૪માં મુંબઇ શેરબજાર (બોમ્બે સ્ટોક એક્સચેન્જ)ની સ્થાપના (૧૮૭૫) પછી થઇ હતી. પહેલાં શેર બજાર બોમ્બે સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ એક્ટ, ૧૯૨૫ હેઠળ કામ કરતું હતું. સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન્સ એક્ટ,
૧૯૫૬ના પસાર થયા પછી ધ ગુજરાત શેર & સ્ટોક એક્સચેન્જ, ઇન્ડિયન શેર એન્ડ જનરલ એક્સચેન્જ એશોસિએશન અને બોમ્બે શેર એન્ડ સ્ટોક એક્સચેન્જ, શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એશોસિએશનનું અમદાવાદ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એશોસિએશનમાં જોડાણ થયું અને હાલનું ASE બન્યું.
અમદાવાદ શેર બજાર અથવા ASE એ અમદાવાદમાં આવેલું ભારતનું બીજા ક્રમનું સૌથી જૂનું શેર બજાર છે. તે સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ ૧૯૫૬ હેઠળનું સ્થાયી શેર બજાર છે. આ શેરબજારનું ચિહ્ન સ્વસ્તિક છે, જે હિંદુ ધર્મમાં સંપત્તિ અને સુખકારીનું ચિહ્ન છે. આપણાં દેશમાં એનએસઇ અને બીએસઇ ઉપરાંત ૨૧ જેટલાં પ્રાદેશિક સ્ટોક એક્સચેન્જ પૈકી અમુક બંધ થઈ ગયાં છે. વર્ષ ૧૮૯૪માં અમદાવાદમાં સ્ટોક એક્સચેન્જની શરૃઆત થઇ, જે ભારતનું સૌથી પહેલું રિજનલ(પ્રાદેશિક) સ્ટોક એક્સચેન્જ હતું. ત્યારબાદ વર્ષ ૧૯૦૮માં કોલકાતા સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઇ. કોઇમ્બતુર સ્ટોક એક્સચેન્જ અને મેરઠ સ્ટોક એક્સચેન્જ નવા કાર્યરત થયેલાં સ્ટોક એક્સચેન્જ છે.
ગાંધીનગરના ગીફ્ટસીટીમાં ફક્ત ૪૫ દિવસમાં ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ ઉભુ કરવામાં આવ્યું છે. ત્યારે આ સ્ટોક એક્સચેન્જમાં હાઇસ્પિડ સર્વર દ્વારા વિશ્વનું સૌથી ઝડપી એક્સચેન્જ સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીં ઓર્ડર રીસ્પોન્સ ટાઇમ ૪ માઇક્રો સેકન્ડ છે જે બોમ્બે અને દુબઇ સ્ટોક એક્સચેન્જ કરતા પણ ઓછો છે.ત્યારે વિશ્વના સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ સેન્ટરમાં એનઆઇઆઇ અને વિદેશીઓ ટ્રેડિંગ સહિત અન્ય સોદાઓ કરી શકશે
નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઇ)માં ૧,૭૫૦ કંપનીઓ લિસ્ટેડ છે. વર્ષ ૧૮૭૫માં બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી અને આ સ્ટોક એક્સચેન્જ એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. બીએસઇ બાદ ટોકિયો સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઇ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ દેશનાં ૩૬૪ શહેરોને આવરે છે.

No comments:
Post a Comment