Saturday, July 14, 2018

'લેડી તેંદુલકર' મિતાલી રાજ

'લેડી તેંદુલકર' મિતાલી રાજઃ ભારતની સૌથી સફળ મહિલા


  • મિતાલી રાજનો જન્મ 3 ડિસેમ્બર, 1982ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો.
  • કુટુંબે હૈદરાબાદ સ્થળાંતર કરતાં મિતાલી હૈદરાબાદમાં મોટી થઈ.
  • પિતા અગાઉ એરફોર્સમાં અધિકારી હતા, પછી બેંક અધિકારી બન્યાં.
  • મિતાલીની કારકિર્દી માટે માતાએ નોકરી છોડી દીધી અને ઘરપરિવારની જવાબદારી સંભાળી.


મિતાલી રાજના પિતા એરફોર્સમાં અધિકારી હતાં. મિલિટરીના કોઈ પણ પાંખમાં કામ કરતાં ઓફિસરના ઘરમાં શિસ્ત હોય તે સ્વાભાવિક છે. છોકરીની માતા અને તેનો ભાઈ પણ શિસ્તબદ્ધ હતા. પણ છોકરી ઘરમાં બધાથી વિપરીત હતી. આળસ તેની ઓળખ હતી. શાળાએ પહોંચવાનો સમય સાડા આઠનો હતો અને છોકરીને સવારે આઠ વાગે પથારીમાંથી ઊભી કરવા તેની માતાને કાલાવાલા કરવા પડતાં હતાં. પિતા સમજી ગયા કે દિકરી ભણવામાં કશું ઉકાળી શકે તેમ નથી. પણ તેમણે જોયું કે ક્રિકેટની મેચ હોય ત્યારે આખો દિવસ ટીવી સામે બેસી રહેતી હતી. એટલું જ નહીં ભારતીય ટીમ વિદેશમાં પ્રવાસે હોય અને વહેલી સવારે મેચ શરૂ થવાની હોય તો એ દિવસે દિકરી ઘરમાં સૌથી પહેલાં જાગી જતી હતી. એટલે તેના પિતાજીએ દિકરીને ક્રિકેટર બનાવવાનું વિચાર્યું.

તેઓ તેને ક્રિકેટ એકેડેમીમાં લઈ ગયા. અહીં તેનો ભાઈ દરરોજ પ્રેક્ટિસ કરતો હતો. પછી ભાઈની સાથે બહેને પણ ક્રિકેટનું બેટ હાથમાં પકડી પ્રેક્ટિસ શરૂ કરી દીધી. દરરોજ પિતાજી પોતાના સ્કૂટર પર ભાઈ-બહેન બંનેને ક્રિકેટ એકેડમીમાં મૂકવા જતાં હતાં. ભાઈ સચિનની જેમ ક્રિકેટના મેદાન પર બોલરોના છક્કાં છોડાવી દેવા ઇચ્છો હતો, પણ ભાઈ કરતાં બહેન સવાયી સાબિત થઈ. ક્રિકેટને પોતાનું જીવન બનાવી દેનાર આ છોકરીએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે નાની વયે ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું, દેશને ઘણી ઐતિહાસિક જીત અપાવી અને મહિલા ક્રિકેટર તરીકે અનેક વિક્રમો પોતાના નામે કર્યા. અત્યારે આ છોકરી 'લેડી તેંદુલકર' તરીકે ઓળખાય છે. વાત છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને સુપરસ્ટાર ક્રિકેટર મિતાલી રાજની. મિતાલી રાજ ભારતની અત્યાર સુધીની સૌથી સફળ મહિલા ક્રિકેટર છે અને તેમની ગણના દુનિયાની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરમાં થાય છે. 

જ્યારે મિતાલીએ ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે ભારતમાં સચિન તેંડુલકરનો જાદુ છવાઈ ગયો હતો. દરેક પિતા પોતાના પુત્રને સચિન બનાવવાનું સ્વપ્ન સેવતા હતા, તો દરેક યુવાન સચિનની જેમ રમવાનો પ્રયાસ કરતો હતો. સચિને ભારતીય ક્રિકેટની લોકપ્રિયતાને ટોચ પર પહોંચાડી દીધી હતી. પણ આ ગાળામાં મહિલા ક્રિકેટને નગણ્ય પ્રોત્સાહન મળતું હતું. છોકરી તો બેડમિન્ટન રમે, હોકી રમે, પણ ક્રિકેટ જ્યારે મિતાલી ક્રિકેટ મેચ રમવા ટ્રેનમાં સફર કરતી ત્યારે લોકો તેને હોકીની ખેલાડી જ ગણતા હતા. વળી મિતાલીને છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરવી પડતી હતી. આ સમયે છોકરાઓ તેની સાથે ભેદભાવ રાખતાં હતાં. મિતાલી એ દિવસોને યાદ કરતાં કહ્યું હતું "છોકરી છે, ધીમેથી બોલ ફેંકજે. વાગી જશે...આવું વારંવાર મને સાંભળવા મળતું હતું. વળી મને ફિલ્ડિંગમાં નજીક જ ઊભી રાખવામાં આવતી હતી."

આ તમામ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે મિતાલીએ હતાશ થઈને ક્રિકેટર બનવાનું સ્વપ્ન છોડી દીધું નહીં, પણ તમામ પ્રતિકૂળ સંજોગોમાંથી માર્ગ કાઢ્યો.

મિતાલી ફક્ત 14 વર્ષની હતી, ત્યારે તેને ભારતીય મહિલા ટીમ માટે 'સ્ટેન્ડબાય ખિલાડી' તરીકે સ્થાન મળ્યું હતું. 
ધીમે ધીમે ભારતીય પસંદગીકારોને પોતાની પ્રતિભાથી પરિચિત કરાવ્યાં અને 16 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 

26 જૂન, 1999નો દિવસ મિતાલીના જીવન માટે યાદગાર છે. એ જ દિવસે મિતાલીએ મિલ્ટન કિનેસના કેમ્પબેલ પાર્કમાં આયર્લેન્ડ સામે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી હતી. ભારત તરફથી રેશમા ગાંધી સાથે તે ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરી હતી અને પહેલી જ મેચમાં સદી મારવાનો રેકોર્ડ કર્યો હતો. તેણે અણનમ 114 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમનો 161 રનથી વિજય થયો હતો. ભારતીય મહિલા ટીમને આ મેચમાં એક સ્ટાર ખેલાડી મળી હતી. પછી મિતાલીએ પાછું વળીને જોયું નથી.

ભારતની કેપ્ટન મિતાલી રાજ વન-ડે ક્રિકેટમાં 6000 રન પૂરા કરનાર વિશ્વની પહેલી બેટ્સવુમન બની મિતાલીએ આ સિદ્ધિ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2017માં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન હાંસલ કરી હતી.

34 વર્ષીય મિતાલીએ ઈંગ્લેન્ડની બેટ્સવુમન શાર્લોટી એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો છે જેણે તેની કારકિર્દીમાં 5992 રન કર્યા હતા. મિતાલીને ઘણી વાર મહિલા ક્રિકેટની સચીન તેંડુલકર તરીકે ગણવામાં આવે છે. પુરુષોના વર્ગમાં, વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાનો સચીન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ છે. સચીને 44.83ની સરેરાશ સાથે 18,426 રન કર્યા છે.

મિતાલીએ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ વર્ષ 2002માં કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં તેની શરૂઆત નિરાશાજનક રહી હતી. લખનૌમાં 14થી 17 જાન્યુઆરી વચ્ચે રમાયેલી આ ટેસ્ટ મેચમાં મિતાલી પહેલાં જ દાવમાં શૂન્ય પર આઉટ થઈ ગઈ હતી. પણ આગળ જઈને તે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી.

પિતા પ્રેરક, માતા સંકટમોચક

મિતાલી પોતાની સફળતાનો શ્રેય પિતા દોરઈ રાજને આપે છે. તેમના કહેવા મુજબ, તેમના પિતા સચિનની જેમ મિતાલી પણ નાની ઉંમરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવે તેવું ઇચ્છતાં હતાં. દોરાઈ રાજે પોતાની પુત્રીને ક્રિકેટર બનાવવા ઘણી મહેનત કરી હતી. મિતાલી કહે છે કે, "પિતાના કારણે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. જ્યારે હું સારો સ્કોર કરતી હતી ત્યારે મારા પિતા મને ફોન કરીને અભિનંદન આપતાં અને વધુ સારું રમવા પ્રેરિત કરતા હતા."

ટીકાકારો હોવા જરૂરી

જ્યારે વર્ષ 2013માં મિતાલીના નેતૃત્વમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 'સુપર સિક્સ' માટે ક્વોલીફાઈ કરી શકી નહોતી, ત્યારે મિતાલાની પિતા દોરઈ રાજ અતિ નારાજ થયા હતા. તેમણે મિતાલી પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવાની માંગણી કરી હતી. કેટલાંક ટીકાકારોએ તો મિતાલીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની સલાહ આપી દીધી હતી. 

મિતાલીનું કહેવું છે,

"એક મોટી ખેલાડીની આસપાસ ટીકાકારો હોવા જરૂરી છે. ટીકાકારો ન હોય તો ખેલાડી બેદરકાર થઈ જાય છે. જોકે વિના કારણે ટીકા કરનાર લોકો પણ હોય છે. તમે દરેકને ખુશ કરી શકતા નથી."

સફળતાના સૂત્રો

મિતાલીની દ્રષ્ટિએ સફળતા મેળવવા ધૈર્ય, ખંત, સાતત્યતા અને આત્મવિશ્વાસ સૌથી મહત્ત્વપૂર્ણ ગુણો છે. 
તેઓ કહે છે, "કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કર્યા વિના સફળતા મળતી નથી. સફળતા મેળવવા તમારે પ્રાથમિકતા નક્કી કરવી પડે છે. ઘણાં લોકો પોતાની પ્રાથમિકતા નક્કી કરી શકતા નથી. તમારે પ્રાથમિકતા નક્કી કરીને લક્ષ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. "

સચિન તેંદુલકર સાથે સરખામણી પર

મિતાલી રાજને ‘લેડી તેંદુલકર’ કહેવાય છે. સચિન તેંડુલકર સાથે સરખામણી થવાથી મિતાલી ખુશ થાય છે. તેઓ કહે છે, "ક્રિકેટમાં તેંદુલકરનું યોગદાન બહુ મોટું છે. તેઓ મહાન ખેલાડી છે. આવા મહાન ખેલાડી સાથે સરખામણી થવાથી મને આનંદ થાય છે. પણ લોકો મને મારા નામથી ઓળખે અને મારી સિદ્ધિઓને જાણે તેવું હું ઇચ્છું છું."

સૌથી મનપસંદ પુરુષ અને મહિલા ક્રિકેટર

મિતાલીના સૌથી મનપસંદ પુરુષ ક્રિકેટર સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ છે, તો મનપસંદ મહિલા ક્રિકેટર નીલુ ડેવિડ છે. નીલુ ડેવિડ લેફ્ટ આર્મ સ્પિનર છે અને ભારત માટે ઘણાં વર્ષ ક્રિકેટ રમ્યાં છે.

સૌથી મોટું સ્વપ્ન

મિતાલીના જીવનનું સૌથી મોટું સ્વપ્ન ભારતીય મહિલા ટીમને વર્લ્ડ કપ જીતાડવાનું છે.

સૌથી મોટી ખુશી

ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં વિજય મેળવવો. મિતાલીના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડની મજબૂત મહિલા ટીમને પરાજય આપ્યો હતો, જેને તે પોતાની કેપ્ટનશિપમાં સૌથી મોટી સફળતા ગણે છે. મિતાલી જણાવે છે કે તે કેપ્ટન હતી અને તેમની ટીમમાં 11માંથી 8 ખેલાડી હતા, જે પહેલી વખત ટેસ્ટ મેચ રમતા હતા. ઇંગ્લેન્ડની ટીમ મજબૂત હતી અને ઓસ્ટ્રેલિયાને હરાવીને એશિઝ સીરિઝ પર કબ્જો જમાવી દીધો હતો. પણ અમે ઇંગ્લેન્ડને હરાવી મોટી સફળતા હાંસલ કરી હતી.

જો તે ક્રિકેટર ન હોત તો ભરતનાટ્યમની ક્લાસિકલ ડાન્સર હોત.

બહુ ઓછા લોકો જાણે છે કે મિતાલીએ ક્રિકેટનું બેટ પકડ્યું તે અગાઉ ભરતનાટ્યમ શીખતી હતી. તે ક્લાસિકલ ડાન્સર બનવા ઇચ્છતી હતી. તેણે નાની ઉંમરે જ સ્ટેજ પર ડાન્સ-પરફોર્મન્સ આપવાનું શરૂ કર્યું હતું. પણ ક્રિકેટના રંગ રંગાયા પછી નૃત્યનું આકર્ષણ ધીમે ધીમે ઓછું થઈ ગયું. એક દિવસ તેમની ગુરુએ ક્રિકેટ કે ભરતનાટ્યમ –બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું હતું. ત્યારે મિતાલીએ ભરતનાટયમને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો. પણ મિતાલી આજે પણ કહે છે કે જો

મહિલા ક્રિકેટમાં રાજકારણ

મિતાલી નિર્ભિકપણે કહે છે કે ભારતીય મહિલા ક્રિકેટમાં પણ રાજકારણ ચાલે છે. જે રીતે અન્ય ક્ષેત્રોમાં રાજકારણ રમાય છે તે જ રીતે મહિલા ક્રિકેટમાં રાજકારણ રમાય છે. મીડિયા મહિલા ક્રિકેટમાં વધુ રસ લેતું નથી એટલે તેની માહિતી બહાર આવતી નથી. મિતાલીએ ચોંકાવી દેનાર ખુલાસો પણ કર્યો છે કે ગંદા રાજકારણને લીધે ઘણી સારી મહિલા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી. મિતાલીના જણાવ્યા મુજબ, જે ખેલાડી માનસિક રીતે મજબૂત હોય છે, તે રાજકારણનો શિકાર થતા નથી, પણ જેઓ નબળાં હોય છે તેઓ તેનો શિકાર થઈ જાય છે. તે સલાહ આપે છે કે દરેક વ્યક્તિએ ખાસ કરીને ખેલાડીઓએ માનસિક રીતે પોતાને સક્ષમ બનાવવા જોઈએ, જેથી રાજકારણની તેમના પર કોઈ અસર ન થાય.


મિતાલીની નજરે આકરાં સંજોગોમાં સ્થિર અને શાંત રહીને લક્ષ્ય હાંસલ કરવામાં જ સફળતા છે. ખેલાડી તરીકે તેનું માનવું છે કે મુશ્કેલ સંજોગોમાં ટીમને ઉગારવી જ સફળતા છે. તેઓ કહે છે, "કેપ્ટન તરીકે મારું પ્રદર્શન ખરાબ હોય અને ત્યારે હું મારા અન્ય ખેલાડીઓને પ્રોત્સાહન કરીને સારું પ્રદર્શન કરાવી શકું છું. આ જ કેપ્ટન તરીકે મારી સૌથી મોટી સફળતા છે." 

અત્યાર સુધીની સૌથી મોટી સફળતા

'સાતત્યતા' જ મારી સૌથી મોટી સફળતા છે. મિતાલીએ વન-ફોર્મેટમાં 51 રનની સરેરાશથી 6,000થી વધારે બનાવ્યાં છે એ 'સાતત્યતા'નું જ પરિણામ છે.

નિરાશાજનક દિવસ

વન-ડે અને ટી-20 ફોર્મેટમાં સારી ટીમ હોવા છતાં વિશ્વકપમાંથી ફેંકાઈ જવાનો દિવસ સૌથી ખરાબ દિવસ હતો.

સૌથી ખરાબ સમય

મિતાલીના કહેવા મુજબ, તે 2007માં સતત 7 ઇનિંગ્સમાં નિષ્ફળ રહી હતી અને 30 રન પણ કરી શકી નહોતી. આ સમયે તે બહુ નિરાશ થઈ હતી. આવો જ ગાળો 2012માં આવ્યો હતો અને તે ઓસ્ટ્રેલિયા સામે સતત 5 ઇનિંગ્સમાં નિષ્ફળ રહી હતી.

નિરાશામાં ધૈર્ય

મિતાલી માને છે કે નકારાત્મકતા દરેક જગ્યાએ હોય છે. દરેક સ્થિતિમાં ધૈર્ય અને શાંતિ જાળવવી જરૂરી છે. મિતાલીના કહેવા મુજબ, તે ધૈર્ય અને શાંતિ રાખવા શક્ય તમામ પ્રયાસ કરે છે અને એટલે નિરાશા દૂર થાય છે.

જીવનનો સૌથી મોટો ડર

મિતાલીને સૌથી મોટો ડર એ છે કે તે લાપરવાહ કે બેદરકાર ન થઈ જાય, કારણ કે તેનાથી તે સાતત્યતા ગુમાવશે. એક અન્ય ડર છે કે ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ, ઝનૂન ખતમ ન થઈ જાય. આ ડર ભગાવવા મિતાલી એક જુદી રીત અપનાવે છે. જ્યારે ક્રિકેટની સિઝન હોતી નથી, ત્યારે તે ક્રિકેટના બેટનો સ્પર્શ કરતી નથી. આ રીતે તે કેટલા સમય સુધી બેટથી દૂર રહી શકે છે એ જુએ છે. પણ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ એવો છે કે તે લાંબો સમય મેદાનથી દૂર રહી શકતી નથી

મિતાલી ભારતની સફળ બેટ્સમેન હોવાની સાથે સફળ કેપ્ટન પણ છે.

મિતાલીએ ટેસ્ટ, વન-ડે અને ટી-20 એટલે કે ત્રણે ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરી છે. ભારત સરકારે મિતાલીની તેમની સફળતા અને ક્રિકેટમાં યોગદાન માટે "અર્જુન પુરસ્કાર" અને "પહ્મશ્રી" એનાયત કર્યો છે. મિતાલી મહિલાઓની તાકાતની પ્રતિક છે અને તેમની સફળતાની ગાથા અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ છે. 

'લેડી તેંદુલકર' મિતાલી રાજઃ ભારતની સૌથી સફળ મહિલા ક્રિકેટરના સંઘર્ષથી સફળતા સુધીની સફર...

એક વાત યાદ રાખજો સંઘર્ષ વિના સફળતા કયારેય મળતી નથી....

મિતાલી રાજના કોચ= આરએસઆર મૂર્તિ

મિતાલીએ આ સિદ્ધિ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2017માં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન હાંસલ કરી હતી. તે મેચ મિતાલીની કારકિર્દીની 183મી મેચ છે.

  • 34 વર્ષીય મિતાલીએ ઈંગ્લેન્ડની બેટ્સવુમન શાર્લોટી એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો છે જેણે તેની કારકિર્દીમાં 5992 રન કર્યા હતા.
  • મિતાલીને ઘણી વાર મહિલા ક્રિકેટની સચીન તેંડુલકર તરીકે ગણવામાં આવે છે. પુરુષોના વર્ગમાં, વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાનો સચીન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ છે. સચીને 44.83ની સરેરાશ સાથે 18,426 રન કર્યા છે.
  • મિતાલી 16 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સામેલ થઈ હતી. એણે પોતાની પહેલી જ મેચમાં (આયરલેન્ડ સામે) સદી ફટકારી હતી. કારકિર્દીની પહેલી જ મેચમાં અને સૌથી યુવાન વયે વન-ડે મેચમાં સદી ફટકારનાર તે દુનિયાની પહેલી બેટ્સવુમન બની હતી.
  • 19 વર્ષની વયે મિતાલીએ ટોન્ટનમાં ઈંગ્લેન્ડ સામેની એક ટેસ્ટમેચમાં 214 રન ફટકાર્યા હતા. એ વખતે તે વિશ્વવિક્રમધારક બની હતી. ત્યારબાદ 2004માં પાકિસ્તાનની કિરન બલુચે વેસ્ટ ઈન્ડિઝ સામે 242 રન ફટકારીને નવો વિશ્વવિક્રમ સર્જ્યો હતો.
  • મિતાલીએ તેની 18-વર્ષની કારકિર્દીમાં અનેક રેકોર્ડ તોડ્યા છે. હાલમાં જ એ વન-ડે ક્રિકેટમાં સતત સાત અડધી સદી ફટકારનાર પહેલી બેટ્સવુમન બની હતી.
  • ભારતીય ટીમે 2005માં મિતાલીનાં સુકાનીપદ હેઠળ મહિલાઓની વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, પણ ત્યાં એનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.
  • સૌથી વધુ અડધી સદી : મિતાલી રાજે વન - ડેમાં 49 અડધી સદી ફટકારી છે જે વર્લ્ડ રેકોર્ડ છે.
  • બેસ્ટ એવરેજ : વન - ડે કારકિર્દીમાં 1500થી વધુ રન કર્યા હોય તેવી 44 ખેલાડીમાં મિતાલી રાજ એવી માત્ર બીજી ખેલાડી છે જેની એવરેજ 50થી વધુની રહી હોય . ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગે પણ આ સિદ્ધિ હાંસલ કરેલી છે . મિતાલી હાલમાં 51. 52ની એવરેજ ધરાવે છે . ભારતમાં મિતાલી બાદ હરમનપ્રિત કૌરની બેસ્ટ એવરેજ છે જે 33. 00ની આસપાસની છે .
  • ભારતની સફળતામાં એવરેજ : મિતાલી રાજ ભારતે જે મેચો જીતી હોય તેમાં 75. 72ની એવરેજ ધરાવે છે . તેમાંય ભારતે ટારગેટ સામે રમીને મેચ જીતી હોય તેવી મેચોમાં મિતાલીની એવરેજ 109. 68ની છે અને બીજા દાવમાં તેની સરેરાશ 65. 07ની છે .
  • વન- ડેમાં સદી : મિતાલી રાજે વન - ડેમાં પાંચ સદી ફટકારી છે અને એ તમામમાં તે અણનમ રહી છે . આ ઉપરાંત તેણે 50+નો સ્કોર કર્યો હોય તેવી કુલ 54 ઇનિંગ્સમાંથી તે 27માં અણનમ રહી છે . આમ મિતાલી રાજ અડધી સદી વટાવે તે પછી મોટા ભાગના કિસ્સામાં આઉટ થઈ નથી . કારકિર્દીમાં તે 47 વખત અણનમ રહી છે જે મહિલા વન - ડે ક્રિકેટનો એક રેકોર્ડ છે .
  • પ્રારંભે સર્વોચ્ચ સ્કોર : મિતાલી રાજ ભારતે જે મેચો જીતી હોય તેમાં 75. 72ની એવરેજ ધરાવે છે . તેમાંય ભારતે ટારગેટ સામે રમીને મેચ જીતી હોય તેવી મેચોમાં મિતાલીની એવરેજ 109. 68ની છે અને બીજા દાવમાં તેની સરેરાશ 65. 07ની છે 
  • વન- ડેમાં સદી : મિતાલી રાજે વન - ડેમાં પાંચ સદી ફટકારી છે અને એ તમામમાં તે અણનમ રહી છે . આ ઉપરાંત તેણે 50+નો સ્કોર કર્યો હોય તેવી કુલ 54 ઇનિંગ્સમાંથી તે 27માં અણનમ રહી છે . આમ મિતાલી રાજ અડધી સદી વટાવે તે પછી મોટા ભાગના કિસ્સામાં આઉટ થઈ નથી . કારકિર્દીમાં તે 47 વખત અણનમ રહી છે જે મહિલા વન - ડે ક્રિકેટનો એક રેકોર્ડ છે .
  • પ્રારંભે સર્વોચ્ચ સ્કોર : મિતાલી રાજે તેની કારકિર્દીની પ્રથમ વન - ડેમાં અણનમ 114 રન ફટકાર્યા હતા . મહિલા વન - ડેમાં પ્રારંભે જ સદી ફટકારનારી તે પાંચમી ખેલાડી છે . કારકિર્દીના પ્રારંભે તેણે 114 રન ફટકાર્યા હતા જે સર્વોચ્ચ સ્કોર છે .
  • યુવાન વયે સદી : મિતાલી રાજે 16 વર્ષ અને 205 દિવસની વયે તેની પ્રથમ સદી ફટકારી હતી . આમ તે વન - ડે ઇતિહાસમાં સૌથી યુવાન વયે સદી નોંધાવનારી ખેલાડીનો રેકોર્ડ ધરાવે છે .
  • સળંગ અડધી સદી : તેણે આ વર્ષે સળંગ સાત અડધી સદી ફટકારી હતી . જે વર્લ્ડ રેકોર્ડ છે . આ ઉપરાંત 2006થી 2010 માં તેણે સળંગ ચાર મેચમાં અડધી સદી પણ ફટકારેલી છે .
  • 17 વર્ષ અગઉ મિતાલીએ રેલવે માટે રમવાની શરૂઆત કરી ત્યારથી મૂર્તિ તેના કોચ રહ્યા છે . તેમણે કહ્યું કે આ મોટી સિદ્ધિ છે અને હું તેનાથી ખુશ છું . તેની આકરી મહેનત અને સમર્પણને કારણે આ શક્ય બન્યું છે . તે હવે વિશ્વ કક્ષાએ આદર્શ ખેલાડી બની ગઈ છે.

No comments:

Post a Comment